ગીર સોમનાથ, 19 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ.એન.જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબ વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ પ્ર.પાટણ સોમનાથ મંદિર ખાતે આવેલ દર્શનાર્થીઓ/બાળકો તેમના પરીવારથી જુદા/વિખુટા પડી જવાના કિસ્સામાં તેમજ કોઇ અગવડ પડ્યે તાત્કાલીક મદદ કરવા સુચના થયેલ.
આજરોજ ખેડબ્રહ્મા જી.સાબરકાઠા ખાતેથી એક ફેમીલી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવેલ તે વખતે નાની બાળકી-તનીશાબેન નયનકુમાર રાવળ ઉ.વ.૦૬ રહે.ખેડબ્રહ્મા જી.સાબરકાઠા વાળા ગુમ થયેલ હોવા બાબતે તેના પિતાજી પો.સ્ટે. આવી રજુઆત કરતા પ્ર.પાટણ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.બી.ચૌહાણ સા. નાઓની સુચના મુજબ પ્ર.પાટણ પો.સ્ટે.ના એ.એસ.આઇ. હિતેષભાઇ નોંઘણભાઇ તથા પો.હેડ.કોન્સ. ફુલદિપસિંહ જયસિંહ તથા પિયુષભાઇ કાનાભાઇ તથા વુ.પો.હેડ.કોન્સ. દક્ષાબેન પરબતભાઇ નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી અલગ-અલગ જગ્યાના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સિસના આધારે સદર ગુમ થનાર મહિલાને પ્રભાસ પાટણ જુના સોમનાથ મંદિર ખાતેથી શોધી કાઢી તેમના પરીવાર સાથે સુ:ખદ મિલન કરાવી આપી પોલીસ પ્રજાનો મીત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરી પ્રશંસનિય કામગીરી કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ