ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ગીર સોમનાથ
ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધ
એલ.સી.બી. ગીર સોમનાથ


ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.)

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી. પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ બારડ એલ.સી.બી ના પો.હેડ કોન્સ. કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ગીરગઢડા પો.સ્ટે.ના આથમણા પડ ગામની પાણખાણ નામની સીમમાં વાડી વિસ્તારમાં પ્રોહીબીશન અંગે રેઈડ કરી નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ ગીરગઢડા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> પકડેલ આરોપીઓ

(૧) ઉદયસિંહ ઉર્ફે વાળા સ/ઓ ભાવુભાઇ સામતભાઇ દવેરા, ઉ.વ.૨૪ ધંધો ખેતીકામ રહે.આથમણા પડા (પડા પાદર) વાડી વિસ્તાર તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ

(૨) રાહુલસિંહ ભીમભાઇ ગોહીલ, ઉ.વ.૨૭, ધંધો.હીરાઘસુ, રહે.આથમણા પડા (પડા પાદર), તા.ગીર ગઢડા, જી.ગીર સોમનાથ

(૩) પ્રફુલભાઇ સાદુળભાઇ ગોહિલ રહે. ઉમેજ તા.ઉના, (પકડવાનો બાકી)

(૪) ભાવેશ રમેશ કામળીયા રહે.સૈયદ રાજપરા, તા.ઉના (પકડવાનો બાકી)

(૫) ઉમેશ અરજણભાઇ બાલશ રહે.જેપુર, તા.તાલાળા, (પકડવાનો બાકી)

(૬) મેહુલ મનહરભાઇ પટેલ રહે.સુરત, આડમોર, ૩૦, નિશાળ ફળીયુ, (પકડવાનો બાકી)

> કબ્જે કરેલ મુદામાલ

(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ પુંઠાની પેટીઓ નંગ-૫૫ તથા પ્લાસ્ટીકના કાળા ઝભલાઓ નંગ- ૬૮ માં રાખેલ કુલ દારૂની પેટીઓ નંગ-૧૨૩ જે ROYAL BLUE MALT WHISKEY કંપની ની ગોવા બનાવટની ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની કંપની શીલપેક બોટલ નંગ-૫૯૦૪ કી.રૂ.૫,૯૦,૪૦૦/-

(૨) મોબાઇલ ફોન - ૦૧ કી.રૂ.૩૦૦૦/-

કુલ મુદામાલ કી.રૂ.૫,૯૩,૪૦૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande