ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.)
કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એમ એસ સંઘવી વિદ્યાલય દેલવાડામાં દીકરીઓને સ્વાસ્થ્ય જાગૃતિની સમજણ સાથે 2000 થી વધારે સેનેટરી પેડનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને દીકરીઓને કોટનનો ઉપયોગ ના કરે કોટનનો ઉપયોગ કરવામાં આવે તો ઘણી બધી બીમારીઓ ફેલાય છે ચામડીના રોગ કેન્સર જેવી બીમારીઓ ફેલાય છે તેને અટકાવવા માટે કુબાવટ ચેરીટેબલ ટ્રસ્ટ તેમની ટીમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જાગૃતિના કાર્યક્રમથી ઘણી બધી દીકરીઓને જીવન બચાવવાનું કામ કરી રહ્યા છે જેમાં પ્રમુખ હરકિશન આઈ કુબાવત તથા આચાર્ય શિક્ષણ ગણ વિદ્યાલયના ટ્રસ્ટી હિરેનભાઈ સહીતે આ સેવા કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ