ગીર સોમનાથ, 19 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર-સોમનાથ *પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ તરફથી ગુમ/અપહરણ થયેલ વ્યક્તિને શોધી કાઢવા બાબતે સુચના થઇ આવેલ
જે અન્વયે *પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ સુચનાથી વેરાવળ સીટી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ ના પો.સ.ઇ. આર.આર.રાયજાદા સાહેબ નાઓની સુચનાથી વેરાવળ સીટી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પોલીસ હેડ કોન્સ.વિશાલભાઇ પેથાભાઇ ગળચર તથા પોલીસ હેડ.કોન્સ. કરણસિંહ આલિંગભાઇ ભલગરીયા તથા પોલીસ કોન્સ.જયેશભાઇ બાલુભાઇ ડોડીયા નાઓ પો.સ્ટે.વિસ્તારમાં તા.૧૮/૦૭/૨૦૨૫ ના રોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમા હોય દરમ્યાન વેરાવળ હુડકો સોસાયટી સાંઇ બાબા મંદિરની પાસે પહોચતા એક બાળક બેસેલ હોય જેની પ્રાથમિક પુછપરછ કરતા તોતડી ભાષામાં આડા અવળા જવાબો આપતો હોય જેથી તેઓને સાન્તવના આપી પુછપરછ કરતા પોતાનુ નામ-અલારાખાભાઇ નજીરભાઇ મનસુરી રહે.અમદાવાદ ફતેવાડી મુળ રહે.ગામ.પુદગામ મહેસાણા વાળા હોવાનુ જણાવેલ અને પોતે આજથી ચારેક દિવસ પહેલા પોતાના ઘરેથી પોતાની મેળે નિકળી ચોટીલા થઇ વેરાવળ ખાતે આવેલાની હકિકત જણાવતા હોય જેથી તેઓને વેરાવળ પો.સ્ટે. ખાતે લઇ તેમના સગા સબંધીઓનો ટેલીફલનીક સંપર્ક કરી પુછપરછ કરી અત્રે તેમના સગા મોટા ભાઇ તાહીરભાઇ નજીરભાઇ મનસુરી નાઓનો સંપર્ક કરી અત્રે પો.સ્ટે.આવી જતા આવી તેઓને સોપી આપેલ હોય અને પોલીસ પ્રજાનો મીત્ર છે તે સુત્રને સાર્થક કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ