ભુજ - કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) માંડવી અને મુન્દ્રા તાલુકામાં આવતા રસ્તા, પુલ અને માળાકિય સુવિધાઅ માટે રાજ્ય સરકાર દ્વારા 5750 લાખના (57.50 કરોડ)ના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
માંડવી તાલુકામાં મેજર બ્રિજ સહિતના કામો થશે
માંડવી મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ રાજ્ય સરકારને કરેલી વિવિધ ભલામણો બાદ પંચાયત હસ્તકના રસ્તાઓ ઉપર હયાત કોઝવે અને નવા પુલ બનાવવા મંજૂરી આપવામાં આવી છે. આ મામલે ધારાસભ્ય દવેએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં બાયઠથી રતાડિયા, શેરડી, આસંબિયા રોડ, ડોણથી કોટડી રો ઉપર સ્લેબ ડ્રેઇન, સાભરાઇથી હાલપર રોડ અને ડોણથી સાભરાઇ તરફ મેજર બ્રિજ ઉપરાંત દુર્ગાપરથી વાડા રોડ, પાંચોટિયાથી જનકપર રોડ ઉપર બોક્ષ કલવર્ટ સહિતના કામો કરાશે. આ માટે સરકારે કુલ રૂપિયા 4230 લાખ ફાળવ્યા છે.
મુન્દ્રાના ગામોમાં બોક્ષ કલ્વર્ટ સહિતનું આયોજન
આ ઉપરાંત મુન્દ્રા તાલુકામાં લુણી રાધા રોડ પર બોક્ષ કલ્વર્ટ, ગુંદાલા ભલોટ રોડ ઉપર વેન્ટેડ કોઝ વે અને ભુજપુર પ્રતાપપર બોરાણારોડ ઉપર મેજર બ્રિજ બનાવવાની પણ મંજૂરી મળી છે. તેના માટે કુલ રૂપિયા 1520 લાખ લાખ ફાળવવામાં આવશે. લોકોની માગણી મુજબના કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળતાં ધારાસભ્ય દવેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA