ભાવનગર 19 જુલાઈ (હિ.સ.) Ending Plastic Pollution અંતર્ગત આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો દરમિયાન સફાઈ કામદારોના આરોગ્યને મહત્વ આપતાં તેમને આરોગ્ય તપાસણી સોંપવામાં આવી. મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલી સફાઈ કામગીરીમાં જોડાયેલા શ્રમજીવીઓના આરોગ્યનું નિઃશુલ્ક ચકાસણ કરવામાં આવ્યું.
આ આરોગ્ય કેમ્પમાં સફાઈ કામદારોનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હિમોગ્લોબિન, શરીરના વજન, નજર અને અન્ય સામાન્ય રોગોની તપાસ કરી તબીબી સલાહ આપવામાં આવી. કામદારોને તંદુરસ્ત રહેવા માટે જરૂરી માહિતી પણ આપવામાં આવી હતી. આરોગ્યના મુદ્દે તેઓને યોગ્ય દવાઓ તેમજ પોષણ સપ્લીમેન્ટ પણ અપાયા હતા.
મહાનગરપાલિકા દ્વારા જણાવાયું કે સફાઈ કામદારો શહેરના સ્વચ્છતા અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેમની તંદુરસ્તી અને કલ્યાણ માટે આ પ્રકારની આરોગ્ય તપાસણી જરૂરી છે. સમયાંતરે આવા કેમ્પો યોજીને તેમને આરોગ્ય સજાગ બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.
Ending Plastic Pollution માટે શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ મ્યુનેજમેન્ટ, પલાસ્ટિક પર પ્રતિબંધ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે શ્રમજીવીઓનું આરોગ્ય સુનિશ્ચિત કરીને આ અભિયાનને વધુ અસરકારક બનાવવાનું મહાનગરપાલિકા નું લક્ષ્ય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek