પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલા દોલતગઢ ગામે દૂધ લઇ ઘરે પરત ફરતી વખતે ભદુ પુંજા ગુરગુટીયા સહીત 6-7 શખ્સોએ હુમલો કરતા કાના મોરી નામના પશુપાલકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોરી કાના ડાયા નામના પશુપાલકે જણાવ્યું હતું કે, તેઓ ગઈ કાલે સાંજના સમયે દૂધ લઇ ઘરે પરત પરત આવી રહ્યા હતા આ દરમિયાન દોલતગઢ અને અણિયારી ગામના રસ્તા વચ્ચે ભદુ પુંજા ગુરગુટીયા, રામા નાથા, હિમુ પુંજા, ભરત રામા સહીત અન્ય ત્રણ લોકોએ તેના પર ધોકા, પાઈપ, લાકડી વડે તેના પર હુમલો કર્યો હતો તેવા આક્ષેપો હોસ્પિટલમાં દાખલ કાના મોરીએ કર્યા હતા. આ હુમલો કરવાનું કારણ જણાવતા કાના મોરીએ કહ્યું હતું કે, ભદુ પુંજા ગુરગુટીયા બુટલેગર છે અને તેના વિરુદ્ધ અનેક ગુનાઓ પણ દાખલ થયેલા છે. તેનો તથા તેના સાગરિતોનો ત્રાસ જોવા મળે છે.આ અગાઉ પણ ભદુ પુંજા ગુરગુટીયા તથા તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. આ બુટલેગરોને અમારા વિસ્તારની જમીનો જોઈએ છે જેથી અવાર-નવાર ત્રાસ આપે છે. જેથી પોરબંદર પોલીસ આ બુટલેગરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કાના મોરીએ સરકારી હોસ્પિટલમાંથી મીડિયાના માધ્યમથી કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya