જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં વિકાસના કામો માટે સાંસદ પૂનમબેન માડમે ગ્રાંટની ફાળવણી કરી
જામનગર, 19 જુલાઈ (હિ.સ.) : સંસદ સભ્યોને તેમના સંસદીય મતવિસ્તારમાં વિકાસના કામો માટે સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLAD) હેઠળ દર નાણાકીય વર્ષે રૂા.૫ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે, જેમાંથી અનુસુચીત જાતીના વિસ્તારો માટે ૧
ફાઈલ ફોટો: પૂનમબેન માડમ


જામનગર, 19 જુલાઈ (હિ.સ.) : સંસદ સભ્યોને તેમના સંસદીય મતવિસ્તારમાં વિકાસના કામો માટે સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLAD) હેઠળ દર નાણાકીય વર્ષે રૂા.૫ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે, જેમાંથી અનુસુચીત જાતીના વિસ્તારો માટે ૧૫% અને અનુસુચીત જનજાતીના વિસ્તારો માટે ૭,૫% અને બાકીની રકમની ફાળવણી અન્ય વિસ્તારો માટે આ યોજનાની માર્ગદર્શીકાથી નકકી કરાયેલ કામો માટે જ ફાળવણી દરખાસ્ત કરવાની રહે છે.

૧૮ મી લોકસભા અંતર્ગતના વર્ષ માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા અત્યાર સુધીમાં સંસદીય મતવિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના સમાવિષ્ટ ગામોના વિકાસ કામો માટે રૂા.૫.૦૪ કરોડના ખર્ચના કુલ-૧૦૫ કામો માટેની દરખાસ્ત સબંધીત જિલ્લા કલેકટરને કરવામાં આવેલ છે. જે પૈકી અનુસુચીત જાતી વિસ્તારોમાં વિકાસના કામો રૂા.૮૫ લાખના ૨૦ કામો માટે અને જામજોધપુર અને ભાણવડ તાલુકામાં આવેલ અનુસુચીત જનજાતીની વસ્તી ધરાવતા ગામો માટે રૂા.૮૧ લાખના ખર્ચના ૧૬ કામોની દરખાસ્ત કરાયેલ છે.

સંસદસભ્ય દ્વારા દરખાસ્ત કરાયેલ કામોની પ્રાથમિક મંજુરી સબંધીત જિલ્લા કલેકટરે આપવાની રહે છે, જેમાં જામનગર જિલ્લામાં દરખાસ્ત કરાયેલ રૂા.૩.૩૭ કરોડના ૭૧ કામો પૈકી રૂા. ૩.૦૪ કરોડના ૬૩ કામોને તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરખાસ્ત કરાયેલ રૂા.૧.૪૮ કરોડના ૨૯ કામો પૈકી રૂા.૪૦ લાખના ૮ કામો અને મોરબી જિલ્લાના દરખાસ્ત કરાયેલ રૂા.૧૯ લાખના ૫ કામો પૈકી રૂા.૫ લાખના ૧ કામો મળી કુલ રૂા. ૩.૪૯ કરોડના ૭૨ કામોને સબંધીત કલેકટરશ્રી દ્વારા પ્રાથમિક મંજુરી આપાયેલ છે જયારે ૩૩ કામોની પ્રાથમિક મંજુરી આપવાની છે.

સબંધીત કલેક્ટરથી દ્વારા પ્રાથમિક મંજુરી મળ્યા બાદ અમલીકરણ અધિકારીઓ જેમ કે જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના ચીફ ઓફિસર, જિલ્લાના કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિગેરેએ કામોની જગ્યા, સ્થળ તપાસ કરી ખર્ચના જે તે કામના એસ્ટીમેટસ તૈયાર કરી, તાંત્રીક મંજુરી આપવાની હોય છે. ત્યારબાદ ટેકનીકલી મંજુર કરેલ કામને વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણી માટે સબંધીત કલેક્ટર/જિલ્લા આયોજન અધિકારીને દરખાસ્ત કરવાની રહે છે. સંસદીય મતક્ષેત્રમાં પ્રાથમિક મંજુરી અપાયેલ ૭૨ કામો પૈકી અમલીકરણ અધિકારીઓએ ૧૩ કામોને તાંત્રીક મંજુરી આપી કલેકટરને વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણી માટે દરખાસ્ત મોકલતા સબંધીત કલેકટર દ્વારા કુલ-૧૦ કામો માટે વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણીના હુકમો કરવામાં આવેલ છે.

પ્રાથમિક મંજુરી માટે બાકી ૩૩ કામોને સત્વરે મંજુરી આપવા તેમજ તાંત્રીક મંજુરી માટેના બાકી ૬૨ કામોના એસ્ટીમેટસ તૈયાર કરી તાત્કાલીક તાંત્રીક મંજુરી સબંધકર્તા અમલીકરણ અધિકારી દ્વારા આપવામાં આવે અને વહીવટી મંજુરી/ગ્રાંટ ફાળવણી માટે દરખાસ્ત જિલ્લા કક્ષાએ મોકલાય તે અંગેની સુચના અમલીકરણ અધિકારીને આપવા સબંધીત કલેકટરને જણાવવામાં આવેલ છે. તેમજ સમયાંતરે યોજાતી દિશા મીટીંગમાં પણ સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળની ગ્રાંટ ફાળવણીના કામોની સમીક્ષા કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande