પાટણમાં સગીરા પર દુષ્કર્મનો મામલો, આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો
પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના મોટીસરા વિસ્તારમાં એક સગીરા પર દુષ્કર્મના ગુનાથી ચકચાર મચી છે. સગીરાએ નોંધાવેલી ફરિયાદના આધારે વિનોદ લક્ષ્મણભાઈ પરમાર વિરુદ્ધ પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ 2 જુલાઈ, 2025ના રોજ સવારે
પાટણમાં સગીરા પર દુષ્કર્મનો મામલો, આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો


પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના મોટીસરા વિસ્તારમાં એક સગીરા પર દુષ્કર્મના ગુનાથી ચકચાર મચી છે. સગીરાએ નોંધાવેલી ફરિયાદના આધારે વિનોદ લક્ષ્મણભાઈ પરમાર વિરુદ્ધ પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ 2 જુલાઈ, 2025ના રોજ સવારે 10:30 થી સાંજના 5:00 વાગ્યા સુધી પીડિતાનો પીછો કર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી અગાઉ પણ અનેક વખત પીડિતાનું પીછો કરતો હતો અને તેણે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીએ પીડિતાને અભદ્ર માંગણીઓ કરી હતી અને ઘટનાની જાણ કોઈને કરશો તો તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2), 75(2), 78(2), 351(3) તથા પોક્સો એક્ટની કલમ 5(એલ), 6, 11(1), 11(4), 12 મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande