ભુજ - કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : અંજાર શહેરમાં મહિલા પોલીસ એએસઆઇની તેના બોયફ્ન્ડે હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે રાત્રે મહિલા પોલીસ કર્મચારીનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. યુવા મહિલા કર્મચારી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડાના છે. શા માટે તેના પુરુષમિત્રે હત્યા કરી તે સ્પષ્ટ કારણ અકબંધ છે.
અંજારમાં મહિલાના ઘરે લગ્નનું આયોજન ચાલુ હતું
મળતી માહિતી અનુસાર 25 વર્ષીય મહિલા પોલીસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરૂણા નટુભાઇ જાદવ અને તેના પ્રેમી એવા સીઆરપીએફના જવાન દિલીપ ડાંગચિયા અંજારમાં મહિલાના ઘરે ગંગોત્રી સોસાયટીમાં હતા. સુત્રો મુજબ તેઓ આગામી સમયમાં લગ્ન કરવાના હતા અને તેનું આયોજન ચાલી રહ્યું હતું. પારિવારિક ચર્ચામાં બબાલ થઇ હતી અને ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં દિલીપે અરૂણાનું ગળું દબાવી નાખ્યું હતું.
મણિપુરમાં સીઆરપીએફના જવાન તરીકે ફરજ ઉપર
આ દરમિયાન, કંઇ બોલાચાલી થવાના લીધે મામલો બિચક્યો હતો. દિલીપે મગજ ઉપરનો કાબૂ ગુમાવ્યા બાદ તેણે અરૂણનું ગળું દબાવી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ તે પોલીસ મથકમાં સરેન્ડર થઇ ગયો હતો. હાલમાં તે મણિપુરમાં સીઆરપીએફમાં જવાન તરીકે ફરજ બજાવે છે. આ મામલે અંજાર પોલીસે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA