સનેસ ગામે PMAY યોજનાના લાભાર્થીઓની મુલાકાત કરવામાં આવી
ભાવનગર 19 જુલાઈ (હિ.સ.) : આજરોજ ભાવનગર તાલુકાના સનેસ ગામે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત લાભાર્થીઓની મુલાકાત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા લેવામાં આવી હતી. સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને
સનેસ ગામેPMAY યોજનાના લાભાર્થીઓની મુલાકાત કરવામાં આવી


ભાવનગર 19 જુલાઈ (હિ.સ.) : આજરોજ ભાવનગર તાલુકાના સનેસ ગામે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત લાભાર્થીઓની મુલાકાત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા લેવામાં આવી હતી. સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘરોનું સ્વપ્ન સાકાર કરવા માટે યોજનાના લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

મુલાકાત દરમિયાન નિયામકએ લાભાર્થીઓના ઘરોની સ્વયં નિરીક્ષણ કરીને તેમના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે લાભાર્થીઓને બાથરૂમ સહાય, શૌચાલય સહાય તેમજ પ્રોત્સાહક સહાય જેવી સરકારથી મળતી સહાયના લાભ અંગે માહિતગાર કર્યા હતા અને પ્રગતિમાં આ સહાય ઉપયોગી થવા અંગે સમજાવ્યું હતું.

આ તકે તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ ગ્રામ વિકાસ વિભાગના અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક સાધીને તેમને યોજનાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. PMAY યોજનાના અમલીકરણમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા.

આ મુલાકાતથી લાભાર્થીઓમાં સરકાર પ્રત્યે વિશ્વાસ અને સંતોષનો માહોલ સર્જાયો હતો. સરકારી યોજનાના લાભ યોગ્ય અને લાયક લાભાર્થી સુધી પહોંચે તે માટે કટિબદ્ધતા દાખવતી આ કામગીરી સનેસ ગામે આશાજનક બની રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande