ધોરાજી-જામકંડોરણા રોડ પર પેચવર્ક કરવામાં આવ્યું
રાજકોટ 19 જુલાઈ (હિ.સ.) નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રાજકોટ ડિવિઝન દ્વારા ધોરાજી-જામકંડોરણા રસ્તાની સ્થિતિ સુધારવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ માર્ગ પર લાંબા સમયથી ખાડા અને ઉબડખાબડ સપાટી હોવાથી વાહનચાલકો તથા સ્થાનિક લોકોને ભારે હા
ધોરાજી-જામકંડોરણા રોડ પર પેચવર્ક કરવામાં આવ્યું


રાજકોટ 19 જુલાઈ (હિ.સ.) નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રાજકોટ ડિવિઝન દ્વારા ધોરાજી-જામકંડોરણા રસ્તાની સ્થિતિ સુધારવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ માર્ગ પર લાંબા સમયથી ખાડા અને ઉબડખાબડ સપાટી હોવાથી વાહનચાલકો તથા સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. અવરજવર દરમિયાન અકસ્માતની શક્યતાઓ વધતી હતી. સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોની રજૂઆતોને ધ્યાને લઈ NHAI દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે.

ધોરાજી-જામકંડોરણા રોડ પર કામગીરી અંતર્ગત પેચવર્ક કરવામાં આવ્યું છે. ખાડા ભરીને તેમજ રસ્તાની ઉબડખાબડ સપાટીને સમારકામ કરીને સમગ્ર માર્ગને મોટરેબલ બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને રાયડી, તરવડા અને વેગડી ગામના રહેવાસીઓને આજથી અવરજવરમાં ખાસ સરળતા થશે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાના ખેતીના ઉત્પાદનો સરળતાથી બજારો સુધી પહોંચાડી શકશે તેમજ સ્થાનિક વ્યાપારીઓ પણ વ્યવસાયિક દ્રષ્ટિએ લાભ મેળવે તેવી શક્યતા છે.

NHAI દ્વારા રૂટિન મેન્ટેનન્સ કામગીરી અન્વયે હાઈવેને યાત્રા લાયક બનાવવામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાહદારીઓની સુરક્ષા અને સરળ અવરજવર માટે પેચવર્ક બાદ રોડમાર્કિંગ અને સાઈનબોર્ડ લગાડવાની કામગીરી પણ હાથ ધરાશે. સ્થાનિક લોકોએ NHAIના આ પગલાની પ્રશંસા કરી છે અને આ કામગીરીનો સતત જાળવ માટે નિયમિત નિરીક્ષણ થવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande