પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં જાહેરમા ઘાસચારો વહેંચતા લોકો સામે મનપા દ્રારા કાર્યવાહી કરવામા આવી રહી છે .ત્યારે જડેશ્વર મંદિર નજીક જાહેરમાં લીલો ઘાસચારો વહેંચવાની સેનીટેશન ઓફિસર અને તેમના સ્ટાફે ના પાડત ત્રણ જેટલા શખ્સોએ ધમકી આપી હતી પોરબંદર મનપાના સેનીટેશન ઓફિર જગદિશ ઢાંકી કલેકટરના જાહેરનામા મુજબ જાહેરમાં ઘાસચારો વહેંચતા ઇસમો સામે કાર્યવાહી કરતા ગઇકાલે શુક્રવારે જગદિશ ઢાંકી અને સ્ટાફ જેડશ્વર મંદિર નજીક ઘાસચારો વહેંચતા લોકો સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા તે દરમ્યાન અમરા રબારી, ભીખુ રબારી, સંજય રબારી અને કંચનબેન દેવીપુજક સહિતના ચાર લોકો એ ભુંડી ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.
આ બનાવમાં સેનીટેશ ઓફીસર જગદિશ ઢાંકીની ફરીયાદના આધારે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya