ગાંધીનગર, 19 જુલાઈ (હિ.સ.) : “ઓલ ઈઝ વેલ” થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું
સર્વવિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગરની બી.પી.કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન (બી.બી.એ) કોલેજમાં સતત ૨૭ મી બેચ તેમજ એસ.કે.પટેલ (BBA) માં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓ માટે સ્વાગત કાર્યક્રમનું આયોજન થયુ હતું. જેમાં કોલેજ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટની સાથે સાથે દરેક ક્ષેત્રમાં તૈયાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.તેમજ તેમનામાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા તેમજ તેનો ઉપયોગ તેમના વ્યવસાયિક તેમજ સામાજિક જીવનમાં સફળ બનવા ઉપયોગ કરી શકાય. તે બાબતે કોલેજ તરફથી સતત તાલીમ આપવા માટે યોગ્ય રીતે પ્રયત્ન કરવામાં આવે છે. કોલેજના આચાર્ય ડો.રમાકાંતપૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓને કાર્યક્રમની સફળતા માટે સંદેશ પાઠવ્યો હતો તેમજ ઉપાચાર્ય ડો.જયેશ તન્ના દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સફળતા મેળવવા યોગ્ય આયોજન થી આગળ વધવા ઇજન પૂરું પાડ્યું હતું. કોલેજ તરફથી ડો.નીરવ જોશી દ્વારા કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની તૈયારી માટે છેલ્લા બે સપ્તાહથી વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટીસ શરુ કરી દેવામાં આવી હતી. સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓને ફક્ત નાચ-ગાન તેમજ આનંદ-પ્રમોદ મળે તેવી બાબતોને પ્રાધાન્ય ન આપતા વિદ્યાર્થીઓનો સર્વગ્રાહી વિકાસ થાય તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વિતીય અને તૃતીય વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા ખુબ સુંદર રજુઆતો તેમના પ્રથમ વર્ષનાં મિત્રોનાં સ્વાગત માટે કરવામાં આવી હતી. કોલેજમાં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓએ પણ ધમાકેદાર રજુઆતો કરી હતી. જેમાં પ્રથમ વર્ષના કુલ ૨૫ વિદ્યાર્થીઓએ ૭ કેટેગરી અંતર્ગત ૩૦ કાર્યક્રમ રજૂ કર્યા હતા.કાર્યક્રમના હાર્દ સમી મિસ્ટર પ્રારંભ સોલંકી પ્રીત તેમજ મિસ પ્રારંભની સ્પર્ધામાં દવે પલક પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ વિવિધ રજૂઆતમાં ડાન્સિંગ, સિંગિંગ, એક્ટિંગ, એન્ક્રરીંગ, મ્યુઝીકલઇન્સટુમેંટ, અને વેરાઈટીમાં વિદ્યાર્થીઓએ પોતાની સખત મહેનતથી સુંદર કલાનાં દર્શન શ્રોતાઓને કરાવ્યા હતા. પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓ માટે “મી.પ્રારંભ” તેમજ “મિસ.પ્રારંભ” તરીકે પસંદગી પામી પ્રશસ્તિપત્ર તેમજ ટ્રોફી મેળવી હતી. આ વર્ષથી સિનિયર વિદ્યાર્થીઓની શ્રેણી માં પણ પુરસ્કાર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે ધ્રુવી પટેલ પ્રથમ રનરઅપ જયદીપસિંહ જાડેજા તરીકે પસંદગી પામ્યા હતા. દ્વિતીય અને તૃતીય વર્ષના ૫૩ વિદ્યાર્થીઓએ સ્ટેજ પરફોર્મન્સ આપ્યા હતા. સમગ્ર આયોજન કમિટીમાં કુલ ૮૭ વિદ્યાર્થીઓએ કાર્ય કર્યું હતું. આજના કાર્યક્રમમાં કોલેજના અંદાજિત ૯૨૫ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે પ્રમાણપત્રથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હાર્દીકા શુક્લા તેમજ ડૉ.રાકેશ ભટનાગર દ્વારા પ્રશંસનીય સેવા આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિનાં માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડો. જયેશ તન્ના તેમજ ઇવેન્ટ ઇન્ચાર્જ ડો. નીરવ જોશી સહીત કોલેજ પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ પૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ