કચ્છમાં સવારથી વાતાવરણ પલટાયું: ઝરમર વરસાદ ચાલુ
ભુજ - કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) એકાદ સપ્તાહના વિરામ બાદ ફરીથી ચોમાસુ સક્રિય થયું હોય તેમ શનિવારે સવારથી કચ્છમાં મેઘસવારી આવી પહોંચી છે. ખાસ કરીને જિલ્લા મથક ભુજમાં સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને વાદળોએ વરસવાનું શરૂ કરી દીધું હતું. ઝરમર વરસાદના લીધે વ
ભુજ સહિત કચ્છમાં વરસાદ


ભુજ - કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) એકાદ સપ્તાહના વિરામ બાદ ફરીથી ચોમાસુ સક્રિય થયું હોય તેમ શનિવારે સવારથી કચ્છમાં મેઘસવારી આવી પહોંચી છે. ખાસ કરીને જિલ્લા મથક ભુજમાં સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને વાદળોએ વરસવાનું શરૂ કરી દીધું હતું. ઝરમર વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક ફેલાઇ હતી. ભુજ તાલુકાના વિવિધ ગામોમાં સવારથી વરસાદ થયાના હેવાલ છે.

પશ્ચિમ કચ્છમાં પણ મેઘસવારી આવી પહોંચી

ચોમાસાના બીજા રાઉન્ડ સમાન મેઘસવારી આવી હોય તો તેની અસર ભુજ ઉપરાંત પશ્ચિમ કચ્છના અબડાસા, માંડવી, લખપતમાં પણ ઝાપટની શરૂઆત થઇ છે. સવારના પહોરમાં વાતાવરણ પલટાયું હતુ અને ઝરમરથી ઝાપટા શરૂ થયા હતા. ભુજ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ થયો હતો.

પૂર્વ કચ્છમાં ઝાપટા, કેટલાક વિસ્તારોમાં આગાહી

પૂર્વ કચ્છના અંજાર, રાપર, ભચાઉ તાલુકામાં પણ વરસાદ શરૂ થયો હતો. અંજાર તાલુકાના ગામોમાં ઝાપટા પડતા રસ્તાઓ ભીના થયા હતા અને કેટલાક સ્થળે સામાન્ય પાણી ભરાયા હતા. ભીમાસર, કીડિયાનગર, ભચાઉ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ સામાન્ય પાણી વરસી ગયું હતું. દિવસ દરમિયાન કચ્છના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande