ડિંડોલીમાં ચિકનની દુકાનમાં ઘુસી ચપ્પુની અણીએ 4,500ની લૂંટ
સુરત, 19 જુલાઈ (હિ.સ.)- શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર સોસાયટી પાસે ચિકન એન્ડ મટન શોપની દુકાનમાં એક યુવક ચપ્પુ લઈને ઘૂસી ગયો હતો અને વેપારીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂપિયા 4,500 ની લૂંટ કરી પલાયન થઈ ગયો હતો. જેથી ભો
ડિંડોલીમાં ચિકનની દુકાનમાં ઘુસી ચપ્પુની અણીએ 4,500ની લૂંટ


સુરત, 19 જુલાઈ (હિ.સ.)- શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર સોસાયટી પાસે ચિકન એન્ડ મટન શોપની દુકાનમાં એક યુવક ચપ્પુ લઈને ઘૂસી ગયો હતો અને વેપારીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂપિયા 4,500 ની લૂંટ કરી પલાયન થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર વેપારીએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લિંબાયત વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ મારુતિ નગર સોસાયટીમાં રહેતો 28 વર્ષીય આરીફ ઉમર ખાટીક ડીંડોલી ખોડીયાર નગર સોસાયટી પાસે રંજન કિચન નામની હોટલની બાજુમાં જ સોનુ ચિકન એન્ડ મટન નામની શોપ ધરાવે છે. ગત તારીખ 5/7/2025 ના રોજ રાત્રે સાડા સાતથી પોણા આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન વિશાલ માંજરો (રહે જલારામ નગર સોસાયટી ખરવાસા રોડ ડીંડોલી) તેની પાસે આવ્યો હતો અને તેમને ચપ્પુ બતાવી ધાક ધમકી આપી રોકડા રૂપિયાની માંગણી કરી હતી. જેથી આરીફ ભાઈએ પોતાના ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા 4500 આપી દેતા વિશાલ ધમકી આપતા આપતા નીકળી ગયો હતો. બનાવને પગલે આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande