પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જીલ્લામાં નાયબ બાગાયત નિયામક કચેરી હેઠળ કાર્યરત નવ રચીત સેન્ટર ઓફ એક્સીલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ્સ મજીવાણા ખાતે મારવાડી યુનિવર્સિટી રાજકોટ ના B.Sc (એગ્રીકલ્ચર) ના સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 38 જેટલા વિદ્યાર્થીઓને જે પૈકી 6 જેટલા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને રુરલ એગ્રીકલ્ચર વર્ક એક્સપિરિયન્સ (RAWE) પ્રોગ્રામ અંતર્ગત સ્વરોજગારલક્ષી નિવાસી તાલીમ આપવામાં આવી હતી.
આ 15 દિવસીય તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ વિષયો જેવા કે ગ્રીનહાઉસ તથા નેટ હાઉસમાં ખેતી, મધમાખી ઉછેર, બાગાયતી પાકોમાં આવતા વિવિધ રોગ જીવાતની ઓળખ, પ્રાકૃતિક ખેતી, નર્સરી મેનેજમેન્ટ, સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, અર્બન હોટીકલ્ચર ડેવેલોપમેન્ટ પ્રોગ્રામ તેમજ ફિલ્ડ ડે અંતર્ગત કમલમ તથા ખારેકના ફાર્મ તેમજ સ્વરોજગારલક્ષી નર્સરીની મુલાકાત કરાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની કલમો બનાવવા તેમજ ઝાડ પર કલમ બેસાડવા અંગેની પ્રેક્ટીકલ તાલીમ તેમજ નર્સરી એક્રીડીએશન કઈ રીતે કરવુ તે સવિસ્તાર જાણકારી આપવામાં આવી હતી. વધુમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષય પર પ્રેઝન્ટેશન બનાવવા એસાઈમેન્ટ વર્ક આપવામાં આવયા હતા જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પુર્વક ક્લાસરૂમમાં પ્રેઝન્ટેશન કર્યુ હતુ જેથી વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ તેમજ એન્ટરપ્રીન્યોશીપ ડેવલપ થઈ શકે. તાલીમમાં ભાગલાનાર તમામ વિદ્યાર્થીઓને તાલીમના અંતે પ્રમાણપત્ર આપી તેમનો ઉતસાહ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya