પાટણ, 19 જુલાઈ (હિ.સ.)ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો દ્વારા અપરાધ ન્યાય વ્યવસ્થામાં જેલની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જેલ અને સુધારણા વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. કે.એલ.એન. રાવ અને પી.ડી.ઇ.યુ ગાંધીનગરના મેનેજમેન્ટ ડીન ડૉ. ઈન્દુ રાવ ઉપસ્થિત રહ્યા.
બંને મહાનુભાવોએ જેલ વ્યવસ્થા, સુધારાત્મક ન્યાય અને માનવ અધિકાર જેવા વિષયો પર માહિતી આપી. વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, તેમના પ્રશ્નોના જવાબ આપ્યા અને પોતાના અનુભવ પણ શેર કર્યા. વિદ્યાર્થીઓને અપરાધ ન્યાય વ્યવસ્થાના મહત્વપૂર્ણ પાસાંઓને સમજવાનો અવસર મળ્યો.
કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. એમ.એસ. રાવ, રજીસ્ટ્રાર ડૉ. હિંમતસિંહ રાજપૂત, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડૉ. કે.એ. પટેલ, ડાયરેક્ટર ડૉ. ચેતનાબા રાજપૂત, ડીન ડૉ. સુનિલ જોશી અને ડીન ડૉ. રઘુવેન્દ્ર વ્યાસ ઉપસ્થિત રહ્યા. લો અને કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર