વોળાવીથી ઉંદરા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં, લોકોને ભારે હાલાકી
પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં વોળાવીથી ઉંદરા સુધીનો માર્ગ ગંભીર રીતે ખસ્તા હાલતમાં છે. રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિ
વોળાવીથી ઉંદરા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં, લોકોને ભારે હાલાકી


પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં વોળાવીથી ઉંદરા સુધીનો માર્ગ ગંભીર રીતે ખસ્તા હાલતમાં છે. રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ મોટી અકસ્માતની શક્યતા ઉભી કરે છે.

માર્ગ અને મકાન વિભાગે થોડા સમય પહેલા સિમેન્ટ, રેતી અને મેટલ વડે ખાડા પૂરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ટકાવી શક્યો નથી. બનાસ નદીમાંથી ઓવરલોડ ડમ્પરો દ્વારા રેતી ભરીને દોડાતા વાહનોના ભારને લીધે રોડની હાલત ફરી ખરાબ થઈ ગઈ છે.

ચોમાસાની સિઝનમાં જિલ્લાના મોટાભાગના રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે, જેના કારણે લોકોને રોજિંદા અવરજવર માટે તકલીફ પડે છે. વાહન ચાલકો અને રહીશોએ માર્ગ અને મકાન વિભાગને પાકું પેચવર્ક કરવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande