પાટણમાં 79 કરોડના ઓવરબ્રિજનો ઉપયોગ શરુ, સ્ટ્રીટલાઇટ અને સીસીટીવીની કામગીરી આગળ વધી
પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણના કોલેજ રોડ પર 79 કરોડના ખર્ચે બનેલો રેલ્વે ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મુકાયો છે. બે દિવસ સુધી થયેલા લોડ ટેસ્ટિંગ બાદ જીયુડીસીની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમે બ્રિજને સુરક્ષિત તથા ફિટ જાહેર કર્યો છે. લોડ ટેસ્ટિ
પાટણમાં 79 કરોડના ઓવરબ્રિજનો ઉપયોગ શરુ, સ્ટ્રીટલાઇટ અને સીસીટીવીની કામગીરી આગળ વધી.


પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણના કોલેજ રોડ પર 79 કરોડના ખર્ચે બનેલો રેલ્વે ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મુકાયો છે. બે દિવસ સુધી થયેલા લોડ ટેસ્ટિંગ બાદ જીયુડીસીની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમે બ્રિજને સુરક્ષિત તથા ફિટ જાહેર કર્યો છે. લોડ ટેસ્ટિંગ દરમિયાન બ્રિજના સ્પાન નીચે મૂકાયેલા 10 મીટરો પણ હવે હટાવી લેવામાં આવ્યા છે.

બ્રિજની બંને બાજુએ લગાવવામાં આવેલી 150થી વધુ સ્ટ્રીટલાઇટ માટે વીજ કંપનીએ નજીકના થાંભલાથી વીજ જોડાણની કામગીરી શરૂ કરી છે. બ્રિજની નીચે આવેલા મીટર બોક્સ સુધી જોડાણ પૂર્ણ થતાં અને મંજૂરી મળતાં સ્ટ્રીટલાઇટો ચાલુ કરાશે.

જીયુડીસી અને વીજ કંપની તરફથી પહેલા 16 કેવીનો લોડ માંગવામાં આવ્યો હતો. હવે બ્રિજ શરૂ થતાં પાટણ જિલ્લા પોલીસના 'નેત્રમ' પ્રોજેક્ટ અંતર્ગત 'ટી' આકારની ત્રણેય દિશાની એન્ટ્રી પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરિયાત ઉભી થઈ છે, જેથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની રહે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande