ચોપાટી નજીક આવેલ રામમંદિર માંથી ચોરી
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના જળભવન ચોપાટી નજીક આવેલા રામ મંદિરમાં તસ્કોર ખાબક્યા હતા અને ચાંદીના છતર અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા. પોરબંદરની ચોપાટી નજીક આવેલા 40 વર્ષ જુના રામ મંદિરમા તસ્કરો ખાબકયા હતા મંદિરના પાછળના દરવ
ચોપાટી નજીક આવેલ રામમંદિર માંથી ચોરી


પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના જળભવન ચોપાટી નજીક આવેલા રામ મંદિરમાં તસ્કોર ખાબક્યા હતા અને ચાંદીના છતર અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા. પોરબંદરની ચોપાટી નજીક આવેલા 40 વર્ષ જુના રામ મંદિરમા તસ્કરો ખાબકયા હતા મંદિરના પાછળના દરવાજામાંથી પ્રવેશ કરી મૂર્તિ પર રાખેલ 300 ગ્રામનુ ચાંદીનુ છતર કિંમત રૂ.30,000 તથા તેમજ દાનપેટીમાં રહેલી રૂ.1300 રૂપીયાની રકડ રકમ મળી કુલ રૂ.31,300ના મુદામાલની ચોરી કરી ગયા હતા.

આ બનાવ અંગે મંદિરમાં પુજા કરતા સેવાભાવી દિલીપભાઈ ધનજીભાઈ ભાદ્રેચાએ કમલબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande