આજે રૂદ્રપુરમાં ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ મુખ્ય મહેમાન બનશે
દેહરાદૂન, નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). આજે રૂદ્રપુરના મનોજ સરકાર સ્ટેડિયમ ખાતે ''ઉત્તરાખંડ એક લાખ કરોડ રોકાણ મહોત્સવ'' જેવો મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનશે. શાહ બપોરે લગભ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ


દેહરાદૂન, નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). આજે રૂદ્રપુરના મનોજ સરકાર સ્ટેડિયમ ખાતે 'ઉત્તરાખંડ એક લાખ કરોડ રોકાણ મહોત્સવ' જેવો મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનશે. શાહ બપોરે લગભગ એક વાગ્યે પંતનગર એરપોર્ટ પહોંચશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને અન્ય મહાનુભાવો તેમનું સ્વાગત કરશે.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉત્તરાખંડની મુલાકાત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનથી આ કાર્યક્રમનો હેતુ પૂર્ણ થશે.

નોંધનીય છે કે, ડિસેમ્બર 2023માં ઉત્તરાખંડમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ઉદ્યોગ જૂથો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પછી, ઉદ્યોગ જૂથોએ રાજ્યમાં રોકાણ કરવાનું શરૂ કર્યું અને અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ પર કામ શરૂ થયું છે. આ સિદ્ધિને આગળ વધારવા માટે, રાજ્ય સરકાર આજે રૂદ્રપુરમાં ઉત્તરાખંડ રોકાણ મહોત્સવનું આયોજન કરી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં રોજગારની નવી તકો પણ ઉભી થઈ રહી છે. સરકાર ઉદ્યોગો સ્થાપવા માટે શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. આ જ કારણ છે કે, ઉત્તરાખંડ રોકાણકારોની પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે, આજની ઉજવણી ઉત્તરાખંડના વિકાસને એક નવું પ્લેટફોર્મ આપશે.

હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande