ભુજમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં અધધ 2 લાખ ડાયાલિસીસ અને આંખના 42 હજાર ઓપરેશન થયા મફત
ભુજ – કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : કિડનીના અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ માટે જીવનરેખા સમાન ડાયાલિસીસ સારવાર પૂરી પાડતી અહીંની લાયન્સ હોસ્પિટલને અનેક દાતાઓની સતત હૂંફ સાંપડતી રહી છે. દાતાઓની હૂંફ ઉપરાંત લોકોના વિશ્વાસની વચ્ચે આ હોસ્પિટલમાં અત્યાર સુધી 2,12
ભુજની એલએનએમ હોસ્પિટલમાં વિવિધ સારવાર


ભુજ – કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : કિડનીના અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ માટે જીવનરેખા સમાન ડાયાલિસીસ સારવાર પૂરી પાડતી અહીંની લાયન્સ હોસ્પિટલને અનેક દાતાઓની સતત હૂંફ સાંપડતી રહી છે. દાતાઓની હૂંફ ઉપરાંત લોકોના વિશ્વાસની વચ્ચે આ હોસ્પિટલમાં અત્યાર સુધી 2,12,000 જેટલા ડાયાલિસીસ અને 42,000 આંખના ઓપરેશન મફત કરવામાં આવ્યા છે. દરમિયાન, ડાયાલિસીસ મશીનોનું દાન અવારનવાર દાતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાથી લાયન્સ હોસ્પિટલને સારવારમાં પીઠબળ મળી રહે છે.

150 જેટલા દર્દીઓ કચ્છભરમાંથી આવે છે

ચેરમેન ભરતભાઈ મહેતાએ કહ્યું હતું કે,અહીં છેલ્લા બે દાયકાથી કિડનીના દર્દીઓને મફત ડાયાલિસીસ સેવા અપાઈ રહી છે, ૩૦ જૂન 2025 સુધી 2,12,000થી વધુ ડાયાલિસીસ અને 42,000થી વધુ આંખના મફત ઓપરેશન કરાયાં છે, કચ્છના વિવિધ ગામોથી આશરે 150 જેટલા દર્દી ડાયાલિસીસ કરાવવા આવે છે.

વિવિધ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવાઇ

હોસ્પિટલની સારવારલક્ષી પ્રવૃત્તિઓનો ચિતાર આપતાં ભરતભાઇએ કહ્યું હતું કે, અહીં મફત કિડની ડાયાલિસીસ, ફ્રી નેત્ર સારવાર કેમ્પ જેમાં મોતિયાના ઓપરેશન, દંત ચિકિત્સા વિભાગ, ઓડિયોમેટ્રી વિભાગ, જનરલ ઓપીડી વિભાગ, પેથોલોજી લેબોરેટરી અને એમબ્યુલન્સ સેવા કાર્યરત છે.

જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં મળ્યું મશીનનું દાન

તાજેતરમાં સ્વ. કાનુબેન ત્રિભુવનદાસ મહેતાની પુણ્યતિથિએ અને ભક્તિ ભદ્રેશ મહેતાના જન્મદિવસ નિમિત્તે ભદ્રેશભાઈ ત્રિભુવનદાસ મહેતાએ ડાયાલિસીસ મશીન માટે 7,50,000નું દાન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારના સભ્યોનું સન્માન કરાયું હતું. લાયન્સ ક્લબના પ્રમુખ ચંદ્રકાંત સોનીએ આવકાર પ્રવચન આપ્યું હતું. પ્રોજેક્ટ કો- ઓર્ડિનેટર તરીકે ભદ્રેશ મહેતાએ સેવા આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande