પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 156 ટેસ્ટ રિપોર્ટમાંથી 147 નમૂનાઓ યોગ્ય પાયા પર ખરા ઉતર્યા અને 9 અનસેફ ફૂડ સેમ્પલ, વેપારીઓએ રિપોર્ટ વિલંબ અંગે રજૂઆત કરી
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જૂન-2025 સુધીમાં કુલ 54 નમૂનાઓ એકત્રિત કર્યા, જેમાં 20 રેગ્યુલર અને 34 સર્વેલન્સ નમૂનાઓ હતા. 156 ટેસ્ટ રિપોર્ટમાંથી 147 નમૂનાઓ યોગ્ય પાયા પર ખરા ઉતર્યા હતા, જ્યારે 9 નમૂનાઓ મિસ બ્રાન્ડેડ અને અ
પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 156 ટેસ્ટ રિપોર્ટમાંથી 147 નમૂનાઓ યોગ્ય પાયા પર ખરા ઉતર્યા અને 9 અનસેફ ફૂડ સેમ્પલ, વેપારીઓએ રિપોર્ટ વિલંબ અંગે રજૂઆત કરી


પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જૂન-2025 સુધીમાં કુલ 54 નમૂનાઓ એકત્રિત કર્યા, જેમાં 20 રેગ્યુલર અને 34 સર્વેલન્સ નમૂનાઓ હતા. 156 ટેસ્ટ રિપોર્ટમાંથી 147 નમૂનાઓ યોગ્ય પાયા પર ખરા ઉતર્યા હતા, જ્યારે 9 નમૂનાઓ મિસ બ્રાન્ડેડ અને અનસેફ સાબિત થયા હતા.

કાનૂની કાર્યવાહી બાબતે જોવામાં આવે તો, જૂન માસના અંતે PFA હેઠળ 1 કેસ અને FSSAI-2006 હેઠળ 18 કેસ પેન્ડિંગ છે. પાટણ કોર્ટમાં 3 કેસ હાલ પ્રગતિ હેઠળ છે. મહિનાની શરૂઆતમાં કુલ 23 કેસ પેન્ડિંગ હતા અને એક નવો કેસ નોંધાયો છે.

શનિવારે કલેક્ટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ફૂડ વિભાગની કામગીરીની સમીક્ષા સાથે, ચાણસ્માના જસલપુર ગામે નવી રેશન દુકાન મંજૂર કરવામાં આવી હતી. સિદ્ધપુરની 3 અને પાટણની 2 સસ્તા અનાજની દુકાનોના મર્જને મંજૂરી આપી. પાટણના વેપારીઓએ રજૂઆત કરી કે ભેળસેળના નમૂનાઓના રિપોર્ટ મોડા આવતા તેમના માલ પર એક્સપાયરી ડેટ આવી જાય છે, જેના કારણે આર્થિક નુકસાન ભોગવવું પડે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande