પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : ગુજરાત ગ્રામીણ બેન્ક ગરેજ શાખા અને એસબીઆઇ લીડ બેંક પોરબંદર દ્વારા પોરબંદર તાલુકાના ચિકાસા ગામ ખાતે નાણાકીય જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં સરકારની વિવિધ યોજનાઓ અને યોજનાકીય લાભો મેળવવાની પ્રક્રિયા સહિતની બાબતે ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી અને આ તકે ગામના નાગરિકો, સરપંચ, તલાટી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya