ભાવનગર 20 જુલાઈ (હિ.સ.) તળાજા વિધાનસભા ભાવનગર જિલ્લો ખાતે “એક રાષ્ટ્ર – એક ચૂંટણી” વિષયક વિશિષ્ટ પ્રબુદ્ધ નાગરિક સંમેલન તળાજા પટેલ વાડી ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે માનનીય માનસિંગભાઈ પરમાર હાજર રહ્યા હતા. સંમેલનમાં એક સાથે રાષ્ટ્રીય તથા રાજ્યસભાની ચૂંટણીઓ યોજવાની સંકલ્પના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
માનસિંગભાઈ પરમારે જણાવ્યુ હતું કે “એક રાષ્ટ્ર – એક ચૂંટણી” થી દેશની લોકશાહી વધુ મજબૂત બને તેમ છે. ચૂંટણી ખર્ચમાં પણ મોટા પાયે ઘટાડો થઇ શકે છે. વારંવાર યોજાતી અલગ અલગ ચૂંટણીઓથી પ્રશાસન અને રાજકીય તંત્રના મેડિકલ, શિક્ષણ અને વિકાસ કાર્ય પર થતા પ્રભાવને પણ અટકાવી શકાય છે. આ એકંદર લોકશાહી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને ખર્ચરહિત બનાવી શકે છે.
સંમેલનમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ તથા પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધતા તેમણે “એક રાષ્ટ્ર – એક ચૂંટણી” મુદ્દા પર પોતાની દૃઢ ભાવના વ્યક્ત કરી. સંમેલન દરમિયાન કાર્યકર્તાઓ અને નાગરિકોએ પણ પ્રશ્નો પુછીને પોતાનું મંતવ્ય અને ચિંતાઓ રજૂ કરી હતી, જેને મુખ્ય વક્તાએ સંતોષકારક રીતે જવાબ આપ્યા હતા.
અંતે તળાજા વિસ્તારના લોકોને જનજાગૃતિ spread કરવા અને લોકશાહી મજબૂત બનાવવાના સંદેશ સાથે સંમેલન પૂર્ણ થયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek