સંસદના ચોમાસુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક, 21 જુલાઈથી શરૂ થનારું સત્ર 21 ઓગસ્ટ સુધી, કુલ 21 બેઠકો યોજાશે
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, તે પહેલાં સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 21 જુલાઈથી શરૂ થનારું સંસદનું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન બંને ગૃહોની કુલ
સંસદના ચોમાસુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક, 21 જુલાઈથી શરૂ થનારું સત્ર 21 ઓગસ્ટ સુધી, કુલ 21 બેઠકો યોજાશે


નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું

છે, તે પહેલાં સરકારે

રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 21 જુલાઈથી શરૂ થનારું સંસદનું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટ સુધી

ચાલશે. સત્ર દરમિયાન બંને ગૃહોની કુલ 21 બેઠકો યોજાશે. આ સમય દરમિયાન, સરકારે કુલ 8 નવા બિલ રજૂ

કરવાની યોજના બનાવી છે.

સરકારે સંસદના ચોમાસુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક

બોલાવી છે. આ બેઠક સવારે 11:00 વાગ્યે સંસદ

ભવનના એનેક્સીના મુખ્ય સમિતિ ખંડમાં યોજાશે. જેમાં સરકાર સંસદના બંને ગૃહોના

સુચારુ સંચાલન માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે. કેન્દ્રીય સંસદીય બાબતોના

પ્રધાન કિરેન રિજિજુ, સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે. સરકાર વતી સંરક્ષણ પ્રધાન

રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત

શાહ અને અન્ય વરિષ્ઠ પ્રધાનો બેઠકમાં હાજરી આપશે. ઉપરાંત, વિવિધ વિપક્ષી

પક્ષો અને એનડીએનાસાથી પક્ષોના

નેતાઓ ભાગ લેશે.

પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી યોજાઈ રહેલા

સંસદના આ સત્રમાં ભારે હોબાળો થવાની ધારણા છે. જ્યારે વિપક્ષી ગઠબંધન સરકારને

ઘેરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે શાસક પક્ષ, દરેક તીખા પ્રશ્નનોના જવાબ આપવા તૈયાર

છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande