ભુજ - કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) ભુજમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બુકીને એલસીબીએ ઝડપી પાડયો હતો. તેની માસ્ટર આઈડીમાંથી 11 જેટલી આઈડી મળી હતી. ઝડપાયેલા આરોપીની માસ્ટર બે આઈડીમાં 35 લાખની બેલેન્સ જણાઇ હતી.
ઝિમ્બાબ્વે-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ ઉપર જુગાર
આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ બાતમી મળતા ભુજનાં આત્મારામ સર્કલથી અમનનગર તરફ જતા માર્ગે એક્ટિવા નં. જીજે-12-ઈઆર-8153 ઉપર બેસી ઝિમ્બાબ્વે-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમી રમાડતા આરોપી મિરાઝ અરસદ મેમણ (રહે. ભુજ)ને ઝડપી લીધો હતો. આરોપી મિરાઝ પાસેથી બે ફોન મળ્યા હતા. ફોનમાંની બે આઈડીમાં રૂા. 35 લાખનું બેલેન્સ હતું. જે સટ્ટો રમવામાં ઉપયોગમાં લેવાતું હતું.
11 સહઆરોપીની વિગતો ફોનમાંથી મળી
આ આઈડી ચલાવનારા 12 ઈસમની વિગતો પણ ફોનમાંથી ઉજાગર થઈ છે. આમ, મિરાઝ ઉપરાંત અન્ય 11 ગ્રાહકની આઈડી સામે આવી છે. આ સટ્ટાની આઈડીમાં ગ્રાહકો રમાડનારામાં મોહંમદ મો. નં., રફીક લોડિયા, ઈમ્તિયાઝ મામદ કુંભાર, જયેશ ઠક્કર, સિદ્ધાર્થ ઉર્ફે મુનો શાહ, પસિયો ઉર્ફે પીયૂષ, બ્રિજેશ અજાણિયા, કાનભા, પિન્ટુ શાહ, ભૂદેવ અને એક અંગ્રેજી મૂળાક્ષર નંબરવાળી આઈડી ચલાવનારા ઈસમો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવાઈ છે. આમ, બે મોબાઈલ રૂા. 35,000, એક્ટિવા કિં. રૂા. 30,000ના મુદ્દામાલ સાથે મિરાઝને ઝડપી અન્ય 11 સહઆરોપી વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA