પાટણના વોર્ડ નં. 6માં ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકો મુશ્કેલીમાં
પાટણ, 20 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નં. 6માં બીએમઆઈ સ્કૂલ પાસે ભૂગર્ભ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરનું ગંદું પાણી જાહેર રસ્તા પર વહેતી નદી જેવી હાલત ઉભી કરી રહી છે. આ પાણી આનંદ સરોવર સુધી પહોંચતાં સરોવર પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. આ વિસ
પાટણના વોર્ડ નં. 6માં ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકો મુશ્કેલીમાં


પાટણ, 20 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નં. 6માં બીએમઆઈ સ્કૂલ પાસે ભૂગર્ભ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરનું ગંદું પાણી જાહેર રસ્તા પર વહેતી નદી જેવી હાલત ઉભી કરી રહી છે. આ પાણી આનંદ સરોવર સુધી પહોંચતાં સરોવર પણ પ્રદૂષિત થઈ રહ્યું છે.

આ વિસ્તારમાંથી પસાર થનાર લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. બીએમઆઈ સ્કૂલના વિદ્યાર્થીઓ, જનતા હોસ્પિટલના દર્દીઓ અને બ્રહ્મ સમાજની વાડીમાં આવનાર મુલાકાતીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ આ સ્થિતિ મુશ્કેલ બનેલી છે.

પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે નગરપાલિકાને જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે, ભાજપ શાસિત નગરપાલિકાના અયોગ્ય વહીવટના કારણે આ સમસ્યા સર્જાઈ છે. તેમણે તાત્કાલિક કામગીરી કરીને સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ રાખી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande