પોરબંદરના સાંસદની ગ્રાન્ટ માંથી વિકાસના કર્યો પ્રગતિમાં
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીયમંત્રી અને સાંસદ ડૉ. મનસુખ માંડવિયાની ગ્રાન્ટમાંથી પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં આવતા પોરબંદર લોકસભા બેઠક ના વિસ્તારોમાં વિકાસ કામો માટે કરોડો રૂપ
પોરબંદરના સાંસદની ગ્રાન્ટ માંથી પોરબંદરમાં વિકાસના કર્યો પ્રગતિમાં.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીયમંત્રી અને સાંસદ ડૉ. મનસુખ માંડવિયાની ગ્રાન્ટમાંથી પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં આવતા પોરબંદર લોકસભા બેઠક ના વિસ્તારોમાં વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવવામાં આવી હોવાથી પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પણ કેન્દ્રીયમંત્રી અને સાંસદ ડૉ.મનસુખ માંડવિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

કેન્દ્રીયમંત્રી અને સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયા દ્વારા વર્ષ 2024-25 ની ગ્રાન્ટમાંથી કુલ 42060000 ની ગ્રાન્ટમાંથી પ્રજાની સુખાકારી માટેના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં પોરબંદર વિસ્તાર માટે 8900000, જૂનાગઢ વિસ્તારના ગામો માટે 13450000, રાજકોટ જિલ્લામાં આવતા વિસ્તારો માટે 19710000 ની ગ્રાન્ટ ફાળવવા માં આવી છે. આ રકમ માંથી કુલ 128 કામો હાથ ધરાયા છે, તે ઉપરાંત વર્ષ 2025-26 ની ગ્રાન્ટમાં કુલ 41500000 (ચાર કરોડ પંદરલાખ) ની ગ્રાન્ટમાંથી વિકાસ કામો પ્રગતિમાં છે, જેમાં પોરબંદરમાં 10500000, જૂનાગઢ 14500000,રાજકોટ જિલ્લા માટે 16500000 ની રકમ ફાળવવામાં આવી છે. આ રકમ માંથી કુલ 25 જેટલા વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેકવિધ વિકાસ કાર્યોની હારમાળા સર્જાઈ છે, જે બદલ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહીત જિલ્લા ભાજપના તમામ આગેવાનો, કાર્યકરો અને પોરબંદરવાસીઓ એ ખુશી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande