ગીર સોમનાથ 20 જુલાઈ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયની સૂચના તથા માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકાના દુદાણા ગામે દુદાણા પ્રા.શાળા ખાતે બાળકોને ડિઝાસ્ટર દરમિયાન ઉપયોગી વિવિધ સાધનોનું નિર્દેશન યોજાયું હતું.
એસ.ડી.આર.એફ ટીમના પ્લાટૂન કમાન્ડર રોહન કુમાર બી પટેલ અને તેની ટીમ દ્વારા બાળકો માટે ખાસ નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
એસ.ડી.આર.એફ ટીમના સભ્યો દ્વારા જનરેટર, વૉકીટોકી, વિવિધ પ્રકારના કટર, લાઇફ બોટ, ડિઝાસ્ટર દરમિયાન એસ.ડી.આર.એફ દ્વારા કરવામાં આવતી વિવિધ બચાવ પ્રવૃત્તિઓ વિષે ઉપસ્થિત વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં કોડીનાર મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી દુદાણા તલાટી કમ મંત્રી આચાર્ય તેમજ સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ