પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ,હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો.
ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.) પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે
પ્રાચી તીર્થ ખાતે


ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.) પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પના દાતાશ્રી ભોલે હનુમાનજીની જગ્યાના શંકરદાસબાપુના પ્રતિનિધિ પ્રીતમદાસ બાપુ પ્રાચી તથા શ્રી રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલ ના ડો. ધર્મેન્દ્ર સાહેબ, તથા મટાણાના પાધેશ્વરી આશ્રમના મહંત ઉપવાસી કરસનદાસ બાપુ તથા ડો.ભગીરથસિંહ રાઠોડ સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનો ના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદ્બબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આતકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે 11 ગાયત્રી મહામંત્ર,પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરેલ તેમજ અમારા કાર્યકર્તા તથા દાતા એવા હીરાભાઈ વાળા બોસનના માતૃશ્રી ના દિગ્વંત આત્માને ત્રણ ગાયત્રી મહામંત્ર તેમજ બે મિનિટના મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તેમજ શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય ગુરુદેવના તપના 100 વર્ષ તેમજ અખંડ દીપકના 100 વર્ષ તેમજ માતા ભગવતી દેવીના 100 વર્ષની શતાબ્દી નિમિત્તે જ્યોતિ કળશ વિશ્વના 82 દેશોમાં ફરી રહેલ છે તે ત્રિવેણી સંગમમાં આ જ્યોતિ કળશ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકામાં ગામડે ગામડે ફરી રહ્યો છે ત્યારે સૌને આ કાર્યમાં ભાગીદાર બનવા આવાહન કરવામાં આવેલ હતું તેમજ પૂજ્ય ગુરુદેવના સાહિત્ય અને દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત રામ શર્મા આચાર્યજીના જીવન નો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું કેમ્પના દાતાશ્રી ભોલે હનુમાનજી જગ્યાના પ્રીતમદાસબાપુનું તથા તેમના પરિવારનુ સન્માન પરમ પૂજ્ય ગુરુદેવ ના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવના સાહિત્ય વડે પાધેશ્વરી આશ્રમ મટાણા ઉપવાસી મહંત કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતુ આ કેમ્પમાં ડો. ધર્મેન્દ્ર સાહેબએ કુલ 195 દર્દીઓ ને તપાસી જેમાં થી 56 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં ડો.ભગીરથસિંહ રાઠોડ સાહેબ માધવ ક્લિનિક થરેલી 70 થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા ડાયાબિટીસના દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ પણ કરી આપેલ હતા તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચીએ 20 જડીબુટ્ટી યુક્ત પ્રખર માલિશ તેલ દ્વારા 40 દર્દીને હાથ પગ સાંધા ના દુખાવા ના મસાજ કરેલ તથા દાતા તરફ થી સૌના માટે ચા - પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી ( બોસન ) તથા નાથાભાઇ સોલંકી ( થરેલી રાહુલભાઈ રાઠોડ તથા અશ્વિનભાઈ તથા જેઠાભાઈ રાઠોડ બોસન તથા તથા વજુભાઈ ગોહિલ તથા નર્સિંગભાઈ વાઢેર છગિયા વાજા મુકેશભાઈ પ્રાચી , નારણભાઈ વાળા પાદરુકા તથા શોભનાબેન પ્રાચી,સોનીબેન ગોરખમઢી, પ્રજ્ઞાબેન ચુડાસમા, વિશ્વેશ્વરી બેન ચુડાસમા, રંજનબેન ગૌસ્વામી ગીતાબેન કાચા તથા શબરી માં શાંતિમાં, પ્રાચી પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande