તાલાલા આરોગ્ય વિભાગ દ્વારા TD VACCINATION CAMPAIGN અંતર્ગત આંકોલવાડી ગામ ખાતે તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ
ગીર સોમનાથ 20 જુલાઈ (હિ.સ.) તાલાળા આરોગ્ય વિભાગ દ્વારા *TD VACCINATION CAMPAIGN* અંતર્ગત આંકોલવાડી ગામ ખાતે તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતાં બાલવાટિકાના બાળકોને DPT અને ધોરણ ૫ અને ૧૦ માં અભ્યાસ કરતાં બાળકોનું TD VACCINATION કરવામાં આવ્યું. આ કા
તાલાલા આરોગ્ય વિભાગ દ્વારા *TD VACCINATION CAMPAIGN* અંતર્ગત આંકોલવાડી ગામ ખાતે તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ


ગીર સોમનાથ 20 જુલાઈ (હિ.સ.)

તાલાળા આરોગ્ય વિભાગ દ્વારા *TD VACCINATION CAMPAIGN* અંતર્ગત આંકોલવાડી ગામ ખાતે તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતાં બાલવાટિકાના બાળકોને DPT અને ધોરણ ૫ અને ૧૦ માં અભ્યાસ કરતાં બાળકોનું TD VACCINATION કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આયુષ્યમાન આરોગ્ય મંદિર આંકોલવાડીનાં કર્મચારી નર્સ ટી.એ.વ્યાસ અને સહયોગી કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો.

બાળકોને સમજાવવામાં આવ્યું કે *TETANUS* અને *DIPHTHERIA* એ શા માટે જીવલેણ રોગ છે , તે કઈ રીતે ફેલાય છે અને તેના ચિહ્નો–લક્ષણો વિશે પણ બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.તે ઉપરાંત તેની સાવચેતીના પગલાં વિશેની સમજણ પણ આપવામાં આવી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તપોવન વિદ્યા સંકુલ પરીવારના શિક્ષક મિત્રો દ્વારા પુરતા સહયોગ કરવામાં આવ્યો જેથી *કુલ 230 બાળકો* ને આવાં કાળરોગો સામે રક્ષિત કરવાની આ ઝુંબેશ સફળતા પૂર્વક પુર્ણ કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande