ગીર સોમનાથ- જી.એચ.સી.એલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખેતીવાડી અને પશુપાલન પ્રોજેક્ટ અંતર્ગત ગૌ રાષ્ટ્ર યાત્રાનું સ્વાગત
ગીર સોમનાથ 20 જુલાઈ (હિ.સ.)જી.એચ.સી.એલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખેતીવાડી અને પશુપાલન પ્રોજેક્ટ અંતર્ગત ગૌ રાષ્ટ્ર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. આ ગૌ યાત્રાનું હેતુ ગાય માતાનું જતન રક્ષણ અને દરેક ઘરે ખેડૂતો ગાય રાખતા થાય તેમનું મહત્વ સમજી શકે તે મા
ગૌ રાષ્ટ્ર યાત્રાનું સ્વાગત


ગીર સોમનાથ 20 જુલાઈ (હિ.સ.)જી.એચ.સી.એલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખેતીવાડી અને પશુપાલન પ્રોજેક્ટ અંતર્ગત ગૌ રાષ્ટ્ર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું.

આ ગૌ યાત્રાનું હેતુ ગાય માતાનું જતન રક્ષણ અને દરેક ઘરે ખેડૂતો ગાય રાખતા થાય તેમનું મહત્વ સમજી શકે તે માટે ભારતસિંહ રાજપુરોહિત દ્વારા 12 રાજ્યોમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ તેમની સાથે ગોંડલ માં આવેલ ગીર ગૌ જતન સંસ્થાન ના અને આખા રાજ્યમાં નહીં પરંતુ દેશ અને વિદેશ માં જાણીતા એવા રમેશભાઈ રૂપારેલિયા સાહેબ પણ આ યાત્રામાં જોડાયા છે અને ખેડૂતોને પરંપરાગત, ગાય આધારિત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં થાય તેમના માટે આહવાન કર્યું હતું અને ગાયના ગોબર અને દૂધ માંથી ઘી તેમજ બીજી ઘણી બધી વસ્તુઓ બનાવી અને તેમનું વેચાણ કરતા થાય તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જી. એચ. સી.એલ ફાઉન્ડેશન માંથી રમેશભાઈ મકવાણા અને ડોડીયા સાહેબ દ્વારા GHCLFT દ્વારા ખેડૂતો માટે જે કાર્ય કરવામાં આવે છે તેની રૂપરેખા આપવામાં આવી હતી.ત્યારબાદ નાવદ્રા અને ગોરખમઢી ગામના પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની પણ મુલાકાત લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande