કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે, માણેકવાડામાં મંત્રીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો
જુનાગઢ 20 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે હતાં. કેન્દ્રીય મંત્રીએ કેશોદ તાલુકાના માણેકવાડા ખાતે પ્રગતિશીલ ખેડૂત શ્રી વાલાભાઈ લખમણભાઇ ડાંગરના ખેતરની
ખેડૂતો સાથે સંવાદ કર્યો


જુનાગઢ 20 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે હતાં. કેન્દ્રીય મંત્રીએ કેશોદ તાલુકાના માણેકવાડા ખાતે પ્રગતિશીલ ખેડૂત શ્રી વાલાભાઈ લખમણભાઇ ડાંગરના ખેતરની મુલાકાત લીધી હતી. તેમજ પ્રજનક બીજ ઉત્પાદન મગફળીની ગિરનાર ૪ પ્રજાતિના વાવેતર, ઉછેર વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રએ આજુબાજુના ગામડાના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને તેમના અભિપ્રાયો મેળવ્યા હતા. તેમજ બાઇકમાં સ્પ્રે ફોમથી દવા છાંટવાની અને ડ્રોનથી દવા છાંટવાની પદ્ધતિનું લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

આ સાથે કેન્દ્રીય મંત્રીને ડ્રોન દીદી શ્રેયાબેન મનીષભાઈ આચાર્ય મળ્યા હતા અને સંવાદ કર્યો હતો. શ્રેયાબેન ઇવનગરમાં મગફળી સંશોધન કેન્દ્રમાં ફરજ બજાવે છે. કેન્દ્રીય મંત્રીની મુલાકાત દરમિયાન કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ નાયબ કલેકટર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માણેકવાડા ગ્રામ સરપંચ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી ડો. ચોવટિયા, ડો. પાનસુરીયા, ખેડૂતો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande