જૂનાગઢ 20 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી ઝડપથી લોકો સુધી પહોંચે તે માટે માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સના માધ્યમથી પ્રચારીત કરવામાં આવે છે. આ પ્રયાસોના ભાગ રૂપે માહિતી નિયામકશની કચેરીની અધિકૃત વોટ્સઅપ ચેનલ GUJARAT INFORMATION કાર્યરત કરવામાં આવી છે. આ ચેનલ પર રાજ્ય સરકારના માહિતી સભર પ્રકાશનો અને ગુજરાત સરકારની જનહિતલક્ષી મહત્વની યોજનાઓ, જાહેરાતો તેમજ વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓના સમાચારોની માહિતી મૂકવામાં આવે છે.
માહિતી નિયામકની કચેરી દ્વારા કાર્યરત આ વોટ્સએપ ચેનલ માધ્યમનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરી લોક હિતલક્ષી સમાચારોની માહિતીથી વાકેફ થાય તે માટે આ ચેનલને વધુમાં વધુ લોકો ફોલો કરે તે માટે પ્રાદેશિક માહિતી કચેરી – જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ લીંક https://whatsapp.com/channel/0029VaTfD2nKwqSbFOGPlm22 દ્વારા વોટ્સએપ ચેનલમાં જોઈન્ટ થઈ માહિતી મેળવી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ