માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું પેચવર્ક પૂરજોશમાં પ્રાચી થી ગાંગેથા રોડ ડામર પેચવર્કની કામગીરી કરાઈ
ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.) રાજ્યના નાગરિકોને અવરજવરની સુવિધામાં મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો મુજબ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વે
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું પેચવર્ક પૂરજોશમાં પ્રાચી થી ગાંગેથા રોડ ડામર પેચવર્કની કામગીરી કરાઈ


ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.) રાજ્યના નાગરિકોને અવરજવરની સુવિધામાં મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો મુજબ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું પેચવર્ક પૂરજોશમાં શરૂ છે. આ વિભાગ હસ્તકના પ્રાચી થી ગાંગેથા રોડ ડામર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ખાડાઓ અને ક્ષતિઓને સુધારવા માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા યુદ્ધના ધોરણે પ્રાચી અને ગાંગેથા વચ્ચેના માર્ગ પર પેચવર્ક કામગીરી શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande