સોમનાથ- જેતપુર નેશનલ હાઈવે પર, ગડુ સ્થિત વ્રજમી નદી પરના પુલનું કલેક્ટર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યું
જૂનાગઢ, 20 જુલાઈ (હિ.સ.) સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર ગડુ સ્થિત બે પુલના રીસ્ટોરેશનની કામગીરીનું આજરોજ કલેકટર અનિલકુમાર રાણાવસિયા એ નિરીક્ષણ કર્યુ હતુ. ગડુ નજીક વ્રજમી નદી પર બે પુલોનું સમારકામ અને પુનર્વસન ( રીસ્ટોરેશન) કામગીરી આવતી ક
કલેક્ટર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યું


જૂનાગઢ, 20 જુલાઈ (હિ.સ.) સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર ગડુ સ્થિત બે પુલના રીસ્ટોરેશનની કામગીરીનું આજરોજ કલેકટર અનિલકુમાર રાણાવસિયા એ નિરીક્ષણ કર્યુ હતુ.

ગડુ નજીક વ્રજમી નદી પર બે પુલોનું સમારકામ અને પુનર્વસન ( રીસ્ટોરેશન) કામગીરી આવતી કાલના પૂર્ણ થનાર છે. ગડુ નજીક સોમનાથ તરફ જતા વ્રજમી નદી પર ૭૩.૨ મીટર અને ૯૯.૦ મીટર લંબાઈના ૨ મુખ્ય પુલોનું સમારકામ અને પુનર્વસનનું કામ આવતી કાલે પુરૂ થનાર છે.

કલેકટર અનિલકુમાર રાણાવસિયા જણાવ્યું હતું કે, જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા - પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે.ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુચનાથી તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત રસ્તા- પુલના સમારકામ, મરામતની કામગીરી હાથ ધરવા સુચના છે. તેમણે ઉમેર્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના રસ્તાઓ- પુલ ના ‌ ઇન્સ્પેક્શન માટે પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ની ટીમ બનાવવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં અમુક દિવસોથી વરાપ નીકળી છે ત્યારે જિલ્લાના વિવિધ રસ્તાઓ ના રિસ્ટોરેશનની કામગીરી પૂરજોશમાં વહીવટી તંત્ર અને વિવિધ એજન્સીઓના સંકલનથી કરવામાં આવી રહી છે. તેમજ એજન્સીઓ સાથે પણ રીવ્યુ મીટીંગ કરીને નાગરિકોને ‌ ઓછામાં ઓછી તકલીફ પડે અને રસ્તાઓની સુગમતા જળવાઈ રહે એ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લામાં હવે એકમાત્ર સોરઠ ચોકી પરના મેજર બ્રિજના રિસ્ટોરેશનની કામગીરી બાકી છે, જે આગામી દસ દિવસમાં પૂરી થશે. આ તકે કલેક્ટરએ પુલનું નિરીક્ષણ કરી ટેકનિકલ સહિતની બાબતોની જાણકારી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમજ કલેકટર એ પુલ ઉપર રેડિયમ રિફ્લેકટર લગાડવાની પણ સુચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ,છેલ્લા ચાર મહિનાથી મેજર બ્રિજ પરના રિસ્ટોરેશનની કામગીરી શરૂ હતી. જે આવતી કાલ થી પૂરી થતાં આ બન્ને પુલ વાહનો માટે ખુલ્લા મુકાશે. સોમનાથ જતા નાગરિકોની યાતાયાતની સુવિધામાં વધારો થશે. આવતીકાલથી આ પુલ નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુર થી સોમનાથ સુધી રસ્તાના નવીનીકરણ અને મરામત કાર્ય માટે રૂપિયા ૧૭૧ કરોડનો પ્રોજેક્ટ છે. જે અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી છે. હવે, આવતીકાલથી આ પુલ વાહનો માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને રાહત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande