જૂનાગઢ 20 જુલાઈ (હિ.સ.) જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, વિસાવદર બેઠક પરથી તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલભાઇ ઇટાલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રજૂ કરેલા ગ્રામ્ય વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને નાગરિક સેવાઓ અને લોક સેવાઓના કાર્યો સરકારની જોગવાઈઓ નિયમો પ્રમાણે સમય મર્યાદામાં થાય તે માટે સુચના આપવામાં આવી હતી.
ગામ લોકોને તમામ માહિતી મળી રહે તે સૂચનને આવકારી જરૂરી સુચના આપવામાં આવી હતી. હાલ ચોમાસાની સિઝનમાં રસ્તા મરામત કામગીરીને અગ્રતા આપવા ઝુંબેશ યથાવત રાખવા જણાવવામાં આવ્યું હતું. માંગરોળ નગરપાલિકાના પ્રમુખની દરખાસ્તને ધ્યાનમાં લઇ ડમ્પીંગ સાઈટ માટે જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં એસ.પી, જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના આમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ