પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની સંસદીય અભ્યાસ સમિતિના સભ્યોએ ઉત્તર પ્રદેશ વિધાનસભા પરિષદની સંસદીય અભ્યાસ સમિતિના અધ્યક્ષ સુરેન્દ્ર ચૌધરીની અધ્યક્ષતામાં ગાંધી જન્મભૂમિ પોરબંદરની મુલાકાત લીધી હતી.સમિતિના અધ્યક્ષ સુરેન્દ્ર ચૌધરી, સભ્ય સર્વ ઉમેશ દ્વિવેદી,કિરણ પાલ કશ્યપ સહિતનાઓએ પોરબંદર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના નિવાસ સ્થાન કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.વધુમાં સમિતિના અધ્યક્ષ સહિતનાઓએ કીર્તિમંદિર ખાતે ગાંધી સ્મૃતિ ઘર, ચરખા પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી અને પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના સ્મરણોને યાદ કર્યા હતાં.અને ત્યારબાદ સુદામા મંદિર ,લખચોરાસી પરિક્રમા સ્થળ મુલાકાત કરી હતી અને
પરિક્રમા કરી હતી.ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની સંસદીય અભ્યાસ સમિતિએ પોરબંદરની મુલાકાત પહેલા ગાંધીનગર , પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ સહિતની જગ્યાઓની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોની જાણકારી મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya