નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે મેઘાલયની અસાધારણ પ્રગતિને પ્રકાશિત કરતો એક લેખ શેર કર્યો, જેમાં પ્રવાસન, યુવા સશક્તિકરણ, મહિલા સ્વ-સહાય જૂથો (એસએચજી), પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના, વાઇબ્રન્ટ ગામ કાર્યક્રમ જેવી પહેલોની અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા એક્સ પર કરવામાં આવેલી પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મેઘાલયના અસાધારણ પરિવર્તનને પ્રકાશિત કરી રહ્યા છે, જે પ્રવાસન, યુવા સશક્તિકરણ, મહિલા સ્વ-સહાય જૂથો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, વાઇબ્રન્ટ ગામ કાર્યક્રમ અને અન્ય પહેલો દ્વારા સંચાલિત છે. સરકારના મજબૂત સમર્થન અને ગતિશીલ સમુદાય ભાવનાથી, આ રાજ્ય મજબૂત અને આત્મનિર્ભર ભારત માટે બ્લુપ્રિન્ટ બની ગયું છે.
શેર કરાયેલ લેખમાં તાજેતરના વર્ષોમાં મેઘાલયે સમાવિષ્ટ વિકાસ તરફ કેવી રીતે નોંધપાત્ર પગલાં લીધાં છે, તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપીને, યુવાનો માટે નવી રોજગારીની તકો ઉભી થઈ છે. મહિલા સ્વ-સહાય જૂથોએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ વધારીને હજારો પરિવારોને રાહત મળી છે. વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ સરહદી ગામડાઓમાં માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ બધી પહેલોએ મળીને મેઘાલયને એક મજબૂત, આત્મનિર્ભર અને પ્રેરણાદાયી રાજ્ય બનાવ્યું છે. આ પરિવર્તન દર્શાવે છે કે, જ્યારે સરકારી નીતિઓ અને સ્થાનિક સમુદાયોની ભાગીદારી એકસાથે આવે છે, ત્યારે વિકાસની નવી વાર્તા લખી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ