રાધનપુરમાં પંચમુખી હનુમાન માર્ગ બિસ્માર, તાત્કાલિક સુધારાની માંગ
પાટણ, 20 જુલાઈ (હિ.સ.)રાધનપુર શહેરના મસાલી રોડ પરથી પંચમુખી હનુમાનજી મંદિર તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તા પર કાદવ અને ઊંડા ખાડાઓ હોવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હ
રાધનપુરમાં પંચમુખી હનુમાન માર્ગ બિસ્માર, તાત્કાલિક સુધારાની માંગ


પાટણ, 20 જુલાઈ (હિ.સ.)રાધનપુર શહેરના મસાલી રોડ પરથી પંચમુખી હનુમાનજી મંદિર તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તા પર કાદવ અને ઊંડા ખાડાઓ હોવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય, ત્યારે આવા માર્ગથી પસાર થવું જોખમભર્યું બની રહ્યું છે.

તાજેતરમાં એક કાર આ ખસ્તાહાલ રસ્તામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે કાર ચાલક કલાકો સુધી ફસાઈ રહ્યો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રહે છે, અને તેમનું દૈનિક જીવંત્યાણ પણ આ જ માર્ગ પર આધારિત છે, જેના કારણે સ્થાનિકોને પણ ખૂબ કંટાળો અનુભવાઈ રહ્યો છે.

માર્ગનું નિર્માણ કાર્ય મંજૂર થયાં બાદ પણ આજદિન સુધી શરૂ થયું નથી. સ્થાનિક રહીશો તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં કોઈ પગલું લેવામાં આવ્યું નથી. રસ્તાની હાલતને ધ્યાનમાં લેતાં સ્થાનિકોએ તાત્કાલિક માર્ગ નિર્માણ કરવાની જોરદાર માંગ ઊઠાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande