પોરબંદર મનપા દ્વારા શહેરમાં વિવિધ કામગીરી હાથ ધરાઈ
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગર પાલિકાના વિવિધ વિભાગો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઈલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ, સેનિટેશન વિભાગ દ્વારા ''સફાઈ અપનાવો બીમારી ભગાવો સફાઈ ઝુંબેશ, ફુડ વિભાગની ટી
પોરબંદર મનપા દ્વારા શહેરમાં વિવિધ કામગીરી હાથ ધરાઈ.


પોરબંદર મનપા દ્વારા શહેરમાં વિવિધ કામગીરી હાથ ધરાઈ.


પોરબંદર મનપા દ્વારા શહેરમાં વિવિધ કામગીરી હાથ ધરાઈ.


પોરબંદર મનપા દ્વારા શહેરમાં વિવિધ કામગીરી હાથ ધરાઈ.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગર પાલિકાના વિવિધ વિભાગો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઈલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ, સેનિટેશન વિભાગ દ્વારા 'સફાઈ અપનાવો બીમારી ભગાવો સફાઈ ઝુંબેશ, ફુડ વિભાગની ટીમ દ્વારા અનેક વિસ્તારોમાં ફુડ સેફટી ચેકિંગ, વોટર વકર્સ વિભાગ દ્વારા જુદ-જુદા વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન રીપેરીંગની કામગીરી તેમજ ગાર્ડન વિભાગ દ્વારા જુદા-જુદા ગાર્ડનની સફાઇ તેમજ વૃક્ષોની નડતરરૂપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું.પોરબંદર મનપા કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સુચનાથી ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા છાંયા તથા ધનલક્ષ્મી સોસાયટી, સીતારામ નગર, પુનીત નગર, ઝુંડાળા, નવી ખડપીઠ, સુભાષનગર, બોખીરા, નવો કુંભારવાડો, જયુબેલી, ઝાવાર, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ 271 સ્ટ્રીટ લાઈટોનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું તેમજ “સફાઈ અપનાવો બીમારી ભગાવો” કાર્યક્રમ અંતર્ગત માનનીય કમિશનર સાહેબ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેકટ) ની સૂચના થી સેનિટેશન ઓફિસર જગદીશ આર. ઢાંકી દ્વારા દરેક વોર્ડમાં ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ જાહેર રોડ. રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવેલ, જેસીબી મશીન દ્વારા GVP પોઈન્ટની સફાઈ, જાહેર શૌચાલયની સફાઈ કરવામાં આવેલ, ઓવરબ્રિજ તથા અંડરબ્રિજમાં પણ સાફ સફાઈ, ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના એસ.વી. પી.રોડ, શીતલા ચોક, ઠકકર પ્લોટ આસપાસના વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી શોપ, રસલારી, સોડાશોપ, ઠંડાપીણા, મીઠાઇ, ફરસાણ વગેરેનું વૈચાણ કરતા ધંષાર્થીઓની દુકાન લારીમાં ચેકીંગ કરવામાં આવેલ તેમજ ફુડ સેફટીના નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવેલ છે. અને આ ધંધાર્થીઓના ચેકીંગ કરતા પૈકીંગ દરમ્યાન ફૂડ સેફટીના નિયમોનું પાલન ન થતા હોય તેવા કુલ 11 ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ.6500/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો ઉપરાંત વોટર વકર્ક્સ વિભાગ દ્વારા વોર્ડ નં 1 થી 13 માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં નરસંગ ટેકરી, કમલાબાગ રોડ જલારામ સોસાયટી, ખોડીયાર સોસાયટી, ખાપટ મેઈન રોડ, જલારામ સોસાયટી-2 વિસ્તારમાં પાણીની પાઈપલાઈન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ તેમજ વાણીયાવાડ ભાટીયા બજાર અને ગાયાવાડી વિસ્તારમાં ભૂગર્ભગટરની મેઈન ચેમ્બર સાફ કરાવવામાં આવેલ છે.

ગાર્ડન વિભાગ દ્વારા વાડીપ્લોટ ગાર્ડન, સ્પાળીબાગ, કમલા નેહરૂ પાર્ક, રાણીબાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, આંબેડકર ગાર્ડન, મહારાણા નટવરસિંહજી બાગ, આઈ લવ પોરબંદર ગાર્ડન, બોખીરા બસ સ્ટેન્ડ ગાર્ડન, લીમડા ચોક આવડ ચોક ગાર્ડન, નાગાર્જુન સિસોદિયા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઈ તેમજ કડીયા પ્લોટ વિસ્તારમાં વૃક્ષોની નડતરરૂપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande