પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : શિક્ષણ ક્ષેત્રે પોરબંદરની જાણીતી સંસ્થા કે. એચ. માધવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પોરબંદરના મેનેજમેન્ટ વિભાગ તથા NSS ડિપાર્ટમેન્ટ દ્વારા ગત તા. 17-07-2025 ના રોજ AICTE Drug Free Campus Drive અને “મેરા યુવા ભારત નશામુક્તિ સ્પર્ધા” અંતર્ગત ભવ્ય પોસ્ટર સ્પર્ધા અને તેનું તમામ વિદ્યાર્થીઓ માટે પ્રદેશ નું સફળ આયોજન કરવામાં આવ્યું.આજના યુવાનોમાં ઊર્જા અને ઉત્સાહ તો છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન ન મળે તો નશાની લત જીવન બરબાદ કરી નાખે છે. આવા અતિ સંવેદનશીલ અને માર્મિક મુદ્દાને લક્ષમાં રાખીને આ સ્પર્ધા અને પ્રદર્શન પોરબંદર જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટ ઈન એઈડ B. B. A કોર્ષ તથા NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસમાં યોજાયું હતું. આ ઇવેન્ટના મુખ્ય અતિથિ અને નિર્ણાયક તરીકે માધવાણી કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને ગજાનન અકાદમી પ્રાઈવેટ લિમિટેડ ના CEO તેમજ પોરબંદર જિલ્લાના પ્રાઇવેટ સ્કૂલ એસોશિશનના સેક્રેટરી કમલભાઈ પાઉ અને પોરબંદર જિલ્લાના પ્રતિષ્ઠિત એડવોકેટ તેજસભાઈ થાનકીએ સેવા આપી હતી. આ સ્પર્ધાના કુલ 30 શ્રેષ્ઠ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાંથી બંને સ્પર્ધાઓ હેઠળ પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને પારિતોષિકો આપવામાં આવ્યા. NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. લાખીબેન ઓડેદરા દ્વારા વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અંગે ટૂંકું પણ ખુબ સુંદર વક્તવ્ય અપાયું અને તેમણે તમામ વિજેતાઓના નામ જાહેર કરેલ. આ સ્પર્ધામાં AICTE NO DRUG CAMPUS DRIVE સ્પર્ધા અન્વયે પ્રથમ ક્રમાંકે મોતીવારસ પ્રાંજલ, દ્વિતીય ક્રમાંકે જુંગી કૃષિકા, તૃતીય ક્રમાંકે ભૂતિયા વનરાજ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જયારે મેરા યુવા ભારત નશામુક્તિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ગોઢાણીયા ક્રિષ્ના દ્વિતીય ક્રમાંકે ઓડેદરા હિરલ તૃતીય ક્રમાંકે મોકરીયા હિરલ જાહેર થયેલ.આ અવસરે વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન અને કાર્યક્રમની રૂપરેખા AICTE Co ordinator તેમજ બી. બી. એ. ડિપાર્ટમેન્ટ ના વ્યાખ્યાતા પ્રો. પારમિતા મહેતાએ આપી હતી.
તેમજ કોલેજના આચાર્ય ડૉ. એ. બી. સવજાણી દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે વિદ્યાર્થીઓના સ્પર્શે તેવું ખૂબ જ સ્પષ્ટ અને સુંદર માર્ગદર્શનઆપતા જણાવ્યું હતું કે માધવાણી કોલેજ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે મારી સાથે કોલેજ પરિવારના સર્વે અધ્યાપક સભ્યો કટિબદ્ધ છે અને આવી ઈવેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં નશાના દુષણ અંગે સારી અને સાચી સમજણ કેળવાશે. ત્યારબાદ NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ સ્નેહલ જોશીના યુવાનોને અને નશામુક્ત જીવન ના ધ્યેય ને જોડતા પ્રેરણારૂપી વક્તવ્યે વિદ્યાર્થીઓને ખુબ પ્રોત્સાહિત કર્યા. આ ઈવેન્ટ દરમિયાન કોલેજના તમામ વિભાગોના અધ્યક્ષો, તમામ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ હર્ષભેર ઉપસ્થિતિ આપી અને નશામુક્તિ જેવી જીવનપ્રેરક મૂલ્યવાળી વિચારસરણી માટે તત્પરતા દર્શાવી. આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન AICTE COORDINATOR તથા મેનેજમેન્ટ વિભાગના અધ્યાપિકા પ્રો. પારમિતા મહેતા, NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. સ્નેહલભાઈ જોશી તેમજ ડૉ લાખીબેન ઓડેદરાએ કર્યું હતું. આ તકે નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ,મંત્રી તથા અન્ય સભ્યોએ દરેક વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ આપેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya