યુવા લેખક પ્રકાશભાઈ સુથારને કેન્દ્ર સરકાર દ્વારા સ્વાતંત્ર્ય દિવસે કાર્યક્રમમાં વિશેષ આમંત્રણ
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : કેન્દ્ર સરકારના સ્વાતંત્ર્ય દિવસના વિશેષ કાર્યક્રમમાં થરાદના યુવા લેખક પ્રકાશભાઈ સુથારને આમંત્રણ મળ્યું છે. તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પાટણ ખાતે પીએચ.ડી. કરી રહ્યા છે અને આર્ટ્સ કોલેજના ઈતિહાસ વિભાગના વડા ડ
પ્રકાશભાઈ સુથારને કેન્દ્ર સરકાર દ્વારા સ્વાતંત્ર્ય દિવસે કાર્યક્રમમાં વિશેષ આમંત્રણ


પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : કેન્દ્ર સરકારના સ્વાતંત્ર્ય દિવસના વિશેષ કાર્યક્રમમાં થરાદના યુવા લેખક પ્રકાશભાઈ સુથારને આમંત્રણ મળ્યું છે. તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પાટણ ખાતે પીએચ.ડી. કરી રહ્યા છે અને આર્ટ્સ કોલેજના ઈતિહાસ વિભાગના વડા ડો. સંગીતાબેન બકોત્રાના માર્ગદર્શન હેઠળ અભ્યાસમાં વ્યસ્ત છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં 100 પ્રતિભાશાળી યુવા લેખકોમાંથી માત્ર 75 ને આ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતમાંથી માત્ર બે લેખકો હતા અને પ્રકાશભાઈ તેમાંથી એક છે.

તેમને આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં કલા સાહિત્ય શિબિરમાં પણ આમંત્રણ મળ્યું હતું, જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે સાહિત્ય વિષયક ચર્ચા કરી હતી. પ્રકાશભાઈનું પુસ્તક ‘સંઘર્ષના સાથી - જગતાભાઈ પટેલ’નું વિમોચન 2023માં દિલ્હી ખાતે વિદેશમંત્રી રાજકુમાર અને નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રાંસની લેખિકા એની એનોક્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સૌભાગ્યથી પાટણ યુનિવર્સિટી અને વાવ-થરાદ વિસ્તારનું ગૌરવ વધ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande