પાટણમાં ગટરનું પાણી ઉભરાતા રહેવાસીઓ પરેશાન, તાત્કાલિક ઉકેલની માંગ
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : પાટણના પદમનાથ ચોકડી વિસ્તારમાં રેડક્રોસ સોસાયટીની સામે અને અખંડ આનંદ સોસાયટીની બાજુમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરનું પાણી સતત ઉભરાઈ રહ્યું છે. આ સમસ્યા ખૂબ ગંભીર બની છે અને વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. ગટરનું પાણી ઉભરાતા આસપ
પાટણમાં ગટરનું પાણી ઉભરાતા રહેવાસીઓ પરેશાન, તાત્કાલિક ઉકેલની માંગ


પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : પાટણના પદમનાથ ચોકડી વિસ્તારમાં રેડક્રોસ સોસાયટીની સામે અને અખંડ આનંદ સોસાયટીની બાજુમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરનું પાણી સતત ઉભરાઈ રહ્યું છે. આ સમસ્યા ખૂબ ગંભીર બની છે અને વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.

ગટરનું પાણી ઉભરાતા આસપાસના રહેવાસીઓનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ વધી ગયો છે. ચોમાસાની મોસમમાં આ સ્થિતિ વધુ ભયજનક બની શકે છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.

સ્થાનિક રહીશોએ વહીવટી તંત્રને આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરી છે, છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. રહીશોએ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનો નિકાલ નહીં આવે તો તેઓ આંદોલન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande