પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામ ખાતે જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિની સમજ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક ખેતીની પાયાની જાણકારી તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજે તે માટે આત્મા ટીમ દ્વારા જીનિયસ સ્કૂલ ખાતે આત્મા તાલુકા સંયોજક દેવા ભાઈ ખૂંટી અને જી.પી.કે.વી.બી દ્વારા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya