પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી તાલુકાના કોડધા ગામમાં એક સગર્ભા મહિલાને તાત્કાલિક ડિલિવરી માટે 108 એમ્બ્યુલન્સ સેવા મળી, જ્યાં એમ્બ્યુલન્સમાં જ એક તંદુરસ્ત પુત્રનો જન્મ થયો. આ સમયે આશાવર્કર વર્ષાબેને 108ને જાણ કરી હતી અને બાસ્પા 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટીમ EMT દિવ્યાબેન મોદી અને પાયલોટ રમેશભાઈ ભરવાડ તરત અનવરપુરા નજીક પહોંચી.
સગર્ભા મહિલાની સ્થિતિ જોઈને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. EMT દિવ્યાબેને અમદાવાદ સ્થિત 108ના ડૉક્ટર રામાણીનો માર્ગદર્શન લીધો અને એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટ અને સાધનોથી સફળ પ્રસૂતિ કરી.
પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકને રાધનપુર SDH હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 108 ટીમની ત્વરિત અને નિપુણ કામગીરીને પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને EME નરેશે વધાવ્યું હતું. આ કામગીરીથી માતા અને બાળક બંનેનું જીવ બચાવાયું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર