-બિહાર પોલીસ અને બંગાળ એસટીએફ દ્વારા સંયુક્ત
કાર્યવાહી
પટના, અમદાવાદ, 20 જુલાઈ (હિ.સ.)
ચંદન મિશ્રા હત્યા કેસમાં,
મુખ્ય આરોપી
તૌસિફ રઝા ઉર્ફે બાદશાહને બિહાર પોલીસ અને બંગાળ એસટીએફ દ્વારા ગયા ગુરુવારે પટનાની
પારસ એમઆરઆઈ હોસ્પિટલમાં સંયુક્ત કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી છે.
બિહાર પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, “બિહાર પોલીસ અને
બંગાળ એસટીએફની સંયુક્ત ટીમે ગઈકાલે મોડી રાત્રે કલકતાના આનંદપુરથી તૌસિફ રઝા
ઉર્ફે બાદશાહની ધરપકડ કરી હતી. આ સાથે, સચિન સિંહ, યુનુસ ખાન અને હરીશ સિંહ નામની એક મહિલાની પણ ધરપકડ કરવામાં
આવી છે.” જોકે, પટનાના વરિષ્ઠ
પોલીસ અધિક્ષક (એસએસપી) કાર્તિકિત શર્માએ કોઈની ધરપકડનો ઇનકાર કર્યો છે.
ધરપકડ દરમિયાન એક આરોપી ઘાયલ પણ થયો હોવાનું જાણવા મળ્યું
છે. તૌસિફને ગેસ્ટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે કારમાં તે ભાગતો જોવા
મળ્યો હતો, તે પણ તેની પાસેથી મળી આવી છે.
શુક્રવારે રાત્રે, કલકતાને અડીને આવેલા ન્યૂટાઉનના પોશ વિસ્તાર શાપુરજીમાં
સ્થિત બહુમાળી રહેણાંક સંકુલમાં, ગોળીબાર કરનારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
હતી.
બિહાર પોલીસ મોબાઇલ ટાવર લોકેશનના આધારે, આરોપીઓના ઠેકાણા
સુધી પહોંચી હતી. તેઓ લગભગ છ-સાત મહિનાથી આ ઘરમાં રહેતા હતા. વ્યાવસાયિક ગુનેગાર
શેરુ સિંહ હાલમાં બંગાળની પુરુલિયા જેલમાં બંધ છે. શેરુ સિંહ ગેંગ પર ચંદન
મિશ્રાની હત્યાનો આરોપ છે.
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ