પોરબંદર જિલ્લામાં નૅશનલ લેવલ મોનીટર દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચકાસણી
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ગામોમાં નૅશનલ લેવલ મોનીટર (NLM) દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની ચકાસણી કરવામાં આવી છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય(MoRD) દ્વારા પોરબંદર જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત યોજના
પોરબંદર જિલ્લામાં નૅશનલ લેવલ મોનીટર દ્વારા  કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચકાસણી.


પોરબંદર જિલ્લામાં નૅશનલ લેવલ મોનીટર દ્વારા  કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચકાસણી.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ગામોમાં નૅશનલ લેવલ મોનીટર (NLM) દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની ચકાસણી કરવામાં આવી છે.

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય(MoRD) દ્વારા પોરબંદર જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ હેઠળ મહાત્માગાંધી નરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY),એન આર.એલ.એમ., વોટરશેડ યોજના, સ્વામિત્વ, પેન્શન યોજનાઓમાં થયેલ કામગીરીની ગામોમાં રૂબરૂ ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદર ના ટુકડાગોસા તેમજ ગોસા ગામોની મુલાકાત દરમિયાન લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી યોજનાના અમલીકરણ અંગેની માહિતી મેળવવામાં આવી હતી. તેમજ જુદી જુદી યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામોની સ્થળ મુલાકાત પણ કરવામાં આવી હતી. NLM વિક્રમ યાદવે ગ્રામજનોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા દ્વારા તેઓને ફિલ્ડવિઝિટ સબંધિત જરૂરી આયોજન માટે સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande